સણોસરામાં દાનેવ આશ્રમમાં રામદેવપીર નોરતાં પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભાવિકો જોડાયાં. નિરુબાપુનાં સાનિધ્ય સાથે બાર દિવસનાં યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ.
ભાદરવા માસમાં સુદ પક્ષમાં રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં નવચંડી યજ્ઞ યોજાયેલ. નિરુબાપુનાં સાનિધ્ય સાથે રવિવાર તા.૨૪થી ગુરુવાર તા.૪ દરમિયાન નવચંડી યજ્ઞ યોજાયો જેમાં યજમાન પરિવાર સાથે ભાવિકો જોડાયાં.
આચાર્ય દિનેશભાઈ દવે અને ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે યજમાનોની આહુતિઓ વડે સનાતન રીતે આ નોરતાંની ઉજવણી થઈ.
આશ્રમનાં લઘુમહંત પ્રવિણબાપુ અને આશ્રમ પરિવારનાં આયોજન સંકલન સાથે બાર દિવસનાં આ યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ. આ યજ્ઞ પ્રસંગ દરમિયાન રાત્રે બહેનોએ ગરબામાં જોડાઈને લાભ લીધો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel