click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
Gujarat

બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું

છત્તીસગઢમાં સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત એન્ટી નક્સલ ઓપરેશનને ધ્યાનમાં રાખીને બસ્તરમાં આતંક ફેલાવનાર 1 કરોડની ઈનામી કુખ્યાત મહિલા નક્સલવાદી સુજાતાએ આખરે સરેન્ડર કરી દીધુ છે.

Last updated: 2025/09/13 at 3:57 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા છે. સુજાતા પર છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે માઓવાદીઓના દક્ષિણ સબ ઝોન બ્યુરોની ઈન્ચાર્જ રહી ચૂકી હતી અને લાંબા સમયથી દક્ષિણ બસ્તરમાં સક્રિય રહીને અનેક મોટા હુમલાઓનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. સુજાતાના આ સરેન્ડરથી માઓવાદી સંગઠનને માનસિક અને સંગઠનાત્મક રીતે મોટો ઝટકો લાગ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાતાએ તેલંગાણામાં સરેન્ડર કર્યું છે. સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત એન્ટી નક્સલ ઓપરેશનોને કારણે માઓવાદીઓમાં ડર વ્યાપી ગયો છે, જેના પરિણામે સુજાતા જેવી મોટી કક્ષાની નેતા પણ આત્મસમર્પણ કરવા મજબૂર બની. સુજાતા કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે, જે વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં થયેલા એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સુજાતા માઓવાદી સંગઠનની સીસી (સેન્ટ્રલ કમિટી) મેમ્બર રહી ચૂકી છે અને તેના પર અનેક રાજ્યોમાં લાખો રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત એન્ટી નક્સલ ઓપરેશન ચલાવી રહ્યા છે, અને આ વખતના ચોમાસામાં પણ ઓપરેશનોમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. બસ્તર ડિવિઝનમાં ટોચના માઓવાદી નેતાઓ એક પછી એક સુરક્ષા દળોની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં, ગરિયાબંદ જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા હતા, જેમાં 1 કરોડનો ઈનામી સીસી મેમ્બર મનોજ ઉર્ફે બાલકૃષ્ણ પણ સામેલ હતો. આ 10 નક્સલીઓ પર કુલ 2.40 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર હતું.

તે જ રીતે, બીજાપુર જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમનાં નામ હિદમા પોડિયામ અને મુન્ના મડકમ હોવાનું બહાર આવ્યું છે, જેઓ પર 8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી સુરક્ષા દળોએ એક 303 રાઈફલ, 12 બોરની બંદૂક, વિસ્ફોટકો અને પ્રતિબંધિત નક્સલી સંગઠનની સામગ્રી જપ્ત કરી હતી.

સુજાતાના સરેન્ડર અને તાજેતરના સતત એન્કાઉન્ટરો એ સ્પષ્ટ કરે છે કે છત્તીસગઢમાં નક્સલવાદ હવે અંતિમ તબક્કામાં છે. સુરક્ષા દળોના દબાણ, સતત ઓપરેશન અને સરકારની પુનર્વસન નીતિના કારણે માઓવાદીઓનું મનોબળ તૂટતું જઈ રહ્યું છે. બસ્તર સહિતના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધ અભિયાનમાં ઐતિહાસિક સફળતા ગણાવી શકાય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bastar, Chhattisgarh, Chhattisgarh news, CM Gujarat, gujarat, gujaratinews, Narendra Modi, Naxalite commander Sujata, Naxalites, newschannelinindia, oneindianews, pm modi, Sujata, topnews, topnewschannelinindia, એન્કાઉન્ટર, કુલગામ એન્કાઉન્ટર, તેલંગાણા, દક્ષિણ સબ ઝોન બ્યુરો, નક્સલવાદ વિરુદ્ધ, નક્સલી કમાન્ડર સુજાતા, બસ્તર, બીજાપુર જિલ્લા, બે નક્સલીઓ, મહિલા નક્સલી નેતા સુજાતા, માઓવાદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
Next Article ‘રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત-ચીન પર લગાવો ટેરિફ’: G7 દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે અમેરિકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?