click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
Gujarat

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વાંધો ઉઠાવીને સુઓમોટો કાર્યવાહી શરૂ કરવા જણાવ્યા બાદ NCERTએ પુસ્તક પરત લઈ લીધું છે. જોકે તેમ છતાં કોર્ટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Last updated: 2026/02/26 at 12:31 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educational Research and Training (NCERT) એ આ પાઠ્યપુસ્તક પરત ખેંચી લીધું છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ આ મુદ્દે સુઓમોટો કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપતા જ NCERTએ તાત્કાલિક અસરથી પુસ્તકનું વેચાણ બંધ કરી દીધું હતું. જોકે પુસ્તક પરત ખેંચાયા પછી પણ સુપ્રીમ કોર્ટએ મામલાની સુનાવણી ચાલુ રાખી છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે NCERTએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 8 માટે ‘Exploring Society: India and Beyond – Part 2’ નામનું પાઠ્યપુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં ‘સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ નામના પ્રકરણમાં ભારતીય ન્યાયતંત્ર સામે ઉભા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે કેટલાક લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ લોકો માટે ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બની જાય છે. પુસ્તકમાં આ પણ જણાવાયું હતું કે દેશમાં કુલ 5.3 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં લગભગ 81 હજાર, હાઈકોર્ટોમાં 62.40 લાખ અને જિલ્લા અદાલતોમાં લગભગ 4.70 કરોડ કેસોનો સમાવેશ થાય છે.

The Supreme Court has issued show cause notices to the Secretary of the Department of Education and Literacy (Ministry of Education) and to NCERT Director Dr Dinesh Prashad Saklani to show cause as to why suitable action either under Contempt or under any other law against those… pic.twitter.com/ORe4fMk203

— ANI (@ANI) February 26, 2026

આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ત્યારે ઉઠ્યો જ્યારે વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ આ લખાણ પર પ્રશ્નો ઊભા કર્યા. તેના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે આવું લખાણ ન્યાયતંત્રની છબી ખરડવા માટેનું ‘ગણતરીપૂર્વકનું પગલું’ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોર્ટ કોઈને પણ ન્યાયતંત્રની અખંડિતતા પર સવાલ ઉઠાવવા નહીં દે અને જરૂર પડે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ NCERTએ તરત જ પગલાં લેતાં પુસ્તકનું વેચાણ બંધ કરી દીધું. મંગળવાર અને બુધવારે NCERTના વેચાણ કાઉન્ટર્સ પરથી આ પુસ્તકો હટાવી લેવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, પુસ્તકમાં રહેલા લખાણને સુધારવા અથવા દૂર કરવા માટે સમગ્ર પુસ્તક પર ફરીથી કામ કરવામાં આવશે. ઉપરાંત જે પુસ્તકો પહેલેથી વેચાઈ ગયા હતા તે પણ પરત મંગાવવામાં આવ્યા છે.

આ દરમિયાન ગુરુવારે (26 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે બિનશરતી માફી માંગે છે. જોકે CJIએ કહ્યું કે મીડિયામાં આવેલા અહેવાલો મુજબ NCERTએ માત્ર પુસ્તક પરત ખેંચ્યું છે પરંતુ સત્તાવાર રીતે માફી માગી નથી. તેના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે અત્યાર સુધી માત્ર 32 પુસ્તકો જ માર્કેટમાં ગયા હતા, જે હવે પરત મગાવી લેવામાં આવ્યા છે અને સુધારાઓ સાથે પુસ્તકને ફરી તૈયાર કરવામાં આવશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, abhishek manu singhvi, Breaking news, Chief Justice Surya Kant, CJI સૂર્યકાંત, Class 8 textbook, CM Gujarat, General Tushar Mehta, gujarat, india news, Indian Education News, Judiciary controversy, Judiciary integrity debate, Kapil Sibal, Kapil Sibal Supreme Court Statement, latest news, Narendra Modi, National Council of Educational Research and Training, National Curriculum Framework, NCERT, NCERT book, NCERT અભ્યાસક્રમમાં ફેરફાર, NEP 2020, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, Politics, students, Suo Motu action, Supreme Court, Supreme Court of India, Surya Kant CJI, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tushar Mehta, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબલ, તુષાર મહેતા, ધોરણ 8 પાઠ્યપુસ્તક વિવાદ, ધોરણ 8 પુસ્તક વિવાદ, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, ન્યાયતંત્ર અખંડિતતા વિવાદ, ન્યાયતંત્ર ચર્ચા, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણ, ભારત, ભારત ન્યાયતંત્ર સમાચાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, શિક્ષણ મંત્રાલય NCERT વિવાદ, શિક્ષણ સમાચાર, સુઓમોટો કાર્યવાહી, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે
Next Article સોશિયલ મીડિયામાં ફરી છવાયા નરેન્દ્ર મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?