ન્યૂયોર્કના નવા નિયુક્ત મેયર ઝોહરાન મમદાની દ્વારા જેલમાં બંધ ભૂતપૂર્વ JNU વિદ્યાર્થી અને UAPA કેસના આરોપી ઉમર ખાલિદને લખાયેલા પત્રને લઈને રાજકીય અને જાહેર ચર્ચા તેજ થઈ ગઈ છે. ઝોહરાન મમદાની એ ડિસેમ્બર 2025માં પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન ઉમર ખાલિદના માતા-પિતાને આ પત્ર સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસ અગાઉ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન SIMI સાથે જોડાયેલા રહ્યા હોવાનું તપાસ એજન્સીઓના રેકોર્ડમાં નોંધાયેલું છે, જેના કારણે આ પત્ર વધુ વિવાદાસ્પદ બની ગયો છે.
પત્રમાં મમદાની એ ઉમર ખાલિદ અને તેના પરિવાર સાથે થયેલી મુલાકાતનો ભાવુક ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે ઉમર ખાલિદ દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો અને શબ્દો તેમને વારંવાર યાદ આવે છે, ખાસ કરીને “કડવાશને પોતાના પર હાવી ન થવા દેવાની” વાત. મમદાની એ ઉમર ખાલિદના માતા-પિતાને મળવાનું પોતે માટે એક મહત્વપૂર્ણ અને અર્થસભર અનુભવ ગણાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે, “ડિયર ઉમર, મને તમારા કડવાશ વિશેના શબ્દો વારંવાર યાદ આવે છે અને તેને પોતાના પર હાવી ન થવા દેવું કેટલું જરૂરી છે, એ હું સમજું છું. તમારા અમ્મી-અબ્બુને મળીને ખૂબ આનંદ થયો. અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ.”
#BREAKING: 8 U.S. lawmakers have written a letter urging Government of India to grant bail and a fair trial to Umar Khalid as per international law. Umar Khalid’s parents had earlier met some U.S. politicians in December. Umar Khalid’s father is a former SIMI member. pic.twitter.com/l5MxJA6iO3
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 1, 2026
34 વર્ષીય ઝોહરાન મમદાની 1 જાન્યુઆરી 2026ના રોજ ન્યૂયોર્કના મેયર તરીકે પદગ્રહણ કરનાર પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ મૂળના વ્યક્તિ છે. પદ સંભાળ્યા એ જ દિવસે ઉમર ખાલિદના જીવનસાથી બુનજ્યોત્સના લાહિરીએ આ પત્રનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો, જેના બાદ આ પત્ર ઝડપથી વાયરલ થયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો.
આ મામલે એટલું જ નહીં, પરંતુ ઉમર ખાલિદના સમર્થનમાં અમેરિકાના કોંગ્રેસના આઠ સભ્યોએ પણ ભારત સરકારને પત્ર લખ્યો હોવાની માહિતી સામે આવી છે. ઉમર ખાલિદ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી દિલ્હી રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ છે. ઝોહરાન મમદાનીનો આ પત્ર કેટલાક લોકો દ્વારા ઉમર ખાલિદ માટે સહાનુભૂતિ અને એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ તેને ભારતની આંતરિક ન્યાયિક પ્રક્રિયામાં વિદેશી હસ્તક્ષેપ તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel