પંજાબમાં રવિવાર, 2 નવેમ્બરના રોજ અચાનક અખબારોનું વિતરણ અટકાવવામાં આવતાં રાજ્યભરમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો મુજબ પંજાબના અનેક જિલ્લાઓમાં સવારે ન્યૂઝપેપર સપ્લાય માટે નીકળેલા વાહનોને પોલીસએ રોકી દીધા હતા અને કેટલાક ડ્રાઈવરોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા. સપ્લાયરોનો આક્ષેપ છે કે તેમને કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર અટકાવવામાં આવ્યા અને કેટલાકને તો પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા. અહમદગઢના એક સપ્લાયરે જણાવ્યું કે ઘણા ડ્રાઈવરોને પરિવાર સાથે વાત કરવાની મંજૂરી પણ આપવામાં આવી નહોતી. પઠાણકોટ, મોહાલી, લુધિયાણા સહિતના વિસ્તારોમાં પણ અખબાર વિતરણ પર રોક નોંધાઈ હતી, જેના કારણે લોકો સવારે અખબાર વિના રહી ગયા હતા.
પોલીસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે તેમને ગુપ્ત ઈનપુટ મળ્યો હતો કે કેટલાક વાહનોમાં ડ્રગ્સ અને વિસ્ફોટકો લઈ જવાઈ રહ્યા છે, તેથી તપાસ માટે વાહનોને રોકવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષી પક્ષોએ આ દાવાને ખોટો ગણાવીને પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર પ્રેસની સ્વતંત્રતાને દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા પરગટ સિંઘે જણાવ્યું કે આ આખી કાર્યવાહી એ કારણે કરવામાં આવી કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંજાબના સરકારી બંગલા નંબર 50 ફાળવવામાં આવ્યો હોવાની માહિતી જનતા સુધી ન પહોંચે. તેમણે આ પરિસ્થિતિને “પંજાબમાં અઘોષિત ઇમરજન્સી” ગણાવી છે.
આ મુદ્દે AAP સાંસદ સ્વાતિ માલીવાલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે X (ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે પંજાબના અનેક વિસ્તારોમાં અખબારોનું વિતરણ ઇચ્છાપૂર્વક અટકાવવામાં આવ્યું છે, જેથી “શીશમહેલ 2.0” તરીકે ઓળખાતી કેજરીવાલના બંગલાના સમાચાર લોકોને ન મળે. માલીવાલે આને મીડિયા પર દબાણ કરવાનો પ્રયાસ ગણાવ્યો અને દાવો કર્યો કે મીડિયા સંસ્થાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેઓ આ મુદ્દાને કવર ન કરે.
Shocking‼️
This morning, Punjab government has reportedly attempted to block the distribution of newspapers across several areas. All this is happening because the news about Arvind Kejriwal ji’s Sheesh Mahal 2.0 is spreading like wildfire throughout Punjab.
Media houses are… pic.twitter.com/ctMJnnwYNX
— Swati Maliwal (@SwatiJaiHind) November 2, 2025
આ સમગ્ર ઘટનાની ચંદીગઢ પ્રેસ ક્લબ અને પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા બંનેએ તીવ્ર નિંદા કરી છે. પ્રેસ ક્લબોએ સંયુક્ત નિવેદન જારી કરીને પંજાબ પોલીસની કાર્યવાહીને મનસ્વી અને પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો છે. તેમણે પંજાબ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને અખબારોનું વિતરણ સામાન્ય કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
The Press Club of India @PCITweets expressed grave concern over the wanton act of the Punjab Police in indulging in large-scale stopping and checking of vehicles transporting daily newspapers across the state.@duggal_saurabh @RajeshDhall @arsh11kaur @UmeshNews18 pic.twitter.com/uK8Zjd7et9
— Chandigarh Press Club (@cpc1980official) November 2, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel