ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ખોટા પ્રચારનો પર્દાફાશ કરી વિશ્વ સમક્ષ સત્ય મૂકી દીધું છે. ઑક્સફોર્ડ યુનિયનમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ડિબેટને લઈને પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત છેલ્લી ઘડીએ ચર્ચાથી ભાગી ગયું, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. પાકિસ્તાનના આ આરોપો પછી ભારતના વરિષ્ઠ એડવોકેટ સાઈ દીપકે વિગતવાર પુરાવાઓ સાથે સમગ્ર હકીકત બહાર મૂકી. પાકિસ્તાની ટીમ—હિના રબ્બાની ખર, મોહમ્મદ ફૈઝલ અને ઝુબૈર મહેમૂદ હયાત—નો આક્ષેપ હતો કે ભારતના ત્રણ વક્તાઓ અચાનક ડિબેટમાંથી ખસી ગયા, જેને પાકિસ્તાને પોતાની “જીત” તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સાઈ દીપકએ ઑક્સફોર્ડ યુનિયનના ઇમેલ્સ જાહેર કર્યા, જેમાં સ્પષ્ટ હતું કે તેઓનો ભાગ લેવો પહેલાથી મંજૂર હતો અને ભારત તરફથી જનરલ એમ.એમ. નરવણે તથા સુબ્રમણ્યમ સ્વામીના નામ પણ નિશ્ચિત હતા. પછી ઑક્સફોર્ડ યુનિયનને આંતરિક ગડબડને કારણે જણાયું કે આ બંને વક્તાઓ હાજર રહી શકશે નહીં, તેથી નવા સ્પીકરો શોધવાની હડબડ શરૂ થઈ. યુનિયને સુહેલ સેઠ અને પ્રિયંકા ચતુર્વેદીનો સંપર્ક કર્યો, પણ ખૂબ મોડેથી આમંત્રણ મળ્યું હોવાથી બંનેએ ભાગ લેવાનું શક્ય નહોતું જણાવ્યું.
આ દરમિયાન સાઈ દીપક બ્રિટન પહોંચી ગયા અને ભારત તરફથી વૈકલ્પિક નવી ટીમ પણ તૈયાર થઈ ગઈ. છતાં ડિબેટ શરૂ થતી થોડા કલાકો પહેલાં આયોજકો દ્વારા જણાવાયું કે પાકિસ્તાની ટીમ યુનાઇટેડ કિંગડમ પહોંચી નથી, તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે છે. પરંતુ થોડા સમય બાદ ખુલાસો થયો કે પાકિસ્તાની આખી ટીમ તો ઑક્સફોર્ડની જ એક હોટલમાં હાજર હતી અને ચર્ચા રદ કરવાનો નિર્ણય આયોજક મૂસા હરરાજની ખોટી માહિતી પર આધારિત હતો. આગળની તપાસમાં ખબર પડી કે મૂસા હરરાજ પાકિસ્તાનના એક મંત્રીનો દીકરો છે, જેના કારણે સમગ્ર પ્રકરણ પાછળ રાજકીય પ્રભાવની પણ શંકા ઊભી થઈ.
આ ઘટનાઓ બહાર આવ્યા બાદ સાઈ દીપકે પાકિસ્તાનને ખુલ્લો પડકાર આપ્યો કે જો હિંમત હોય તો તેઓ ઑક્સફોર્ડમાં જ ફરી ડિબેટ માટે આગળ આવે. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન જૂઠ્ઠાના આધારે દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે, જ્યારે ભારતે દરેક દાવાનો પુરાવા સાથે ખંડન કર્યું છે. પાકિસ્તાન પાસે તેના આરોપો માટે એકપણ મજબૂત પુરાવો નથી, જ્યારે ભારતે સત્ય દસ્તાવેજો સાથે પાકિસ્તાનની ફેક નેરેટિવનો ભંડાફોડ કરી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel