એરબસ A320 ફેમિલી વિમાનોમાં ઊભી થયેલી ગંભીર ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ગ્લિચને કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ઇન્ટેન્સ સોલર રેડીએશનના કારણે વિમાનના એલિવેટર–એલેરોન કમ્પ્યુટર (ELAC) માં ખામી સર્જાતી હોવાનું એરબસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે. ELAC એ પાઇલટના કંટ્રોલ ઇનપુટને પ્રોસેસ કરતા મહત્વપૂર્ણ કમ્પ્યુટરોમાંથી એક છે. તાજેતરમાં વિદેશમાં બનેલ એક ગંભીર ઘટનામાં A320 વિમાન પાઇલટની કોઈ કામગીરી વિના અચાનક નીચેની દિશામાં ઉતરવા લાગ્યું હતું—જેને કારણે યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ વિશ્વભરના તમામ A320 ઓપરેટર્સ માટે તાત્કાલિક ‘ઇમરજન્સી એરવર્થિનેસ ડાયરેક્ટિવ’ (EAD) જાહેર કર્યો હતો.
આ ગ્લિચનો અસરકારક પ્રભાવ ભારતમાં પણ સીધો જોવા મળ્યો છે, કારણ કે ભારતીય નેટવર્કમાં A320 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વિમાનો છે. ભારતમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇનોએ મળીને લગભગ 560 A320 ફેમિલી વિમાનો ચલાવે છે, જેમાંથી 200 થી 250 જેટલા વિમાનોને તરત જ સોફ્ટવેર અપડેટ અથવા હાર્ડવેર રિ-અલાઈનમેન્ટ કરવાની જરૂરિયાત છે. આ સાવચેતીના પગલાંને કારણે ફ્લાઇટના ટાઈમટેબલમાં ફેરફાર, વિલંબ, અને કેટલાક કિસ્સામાં ફ્લાઇટ કેન્સલ થવાની શક્યતા ઊભી થઈ છે.
Safety comes first. Always. 💙✈
Airbus has issued a technical advisory for the global A320 fleet. We are proactively completing the mandated updates on our aircraft with full diligence and care, in line with all safety protocols. While we work through these precautionary…
— IndiGo (@IndiGo6E) November 28, 2025
ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ EASAના માર્ગદર્શનો અનુસાર ફરજિયાત અપડેટ્સ કરી રહ્યા છે, જેથી મુસાફરોની સુરક્ષામાં ક્યારેય કોઈ જોખમ ન સર્જાય. જોકે આ પ્રક્રિયાને કારણે કેટલીક ફ્લાઇટ્સના શેડ્યુલ અસરગ્રસ્ત થાય તેવી શક્યતા છે. બીજી તરફ એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેના કેટલાક વિમાનોમાં સોફ્ટવેર અપડેટ પૂરતું છે, જ્યારે જૂના મોડલોને હાર્ડવેર રિ-અલાઈનમેન્ટ કરવાની જરૂર પડશે, જેને કારણે વિમાનોના ટર્નઅરાઉન્ડ સમયમાં વધારો થશે. એર ઇન્ડિયાએ અસુવિધા બદલ ક્ષમા માંગતા મુસાફરો માટે સહાયતા નંબર 011-69329333 અને 011-69329999 જાહેર કર્યા છે.
નવા A320 મોડલોમાં સોફ્ટવેર અપડેટને માત્ર 30 મિનિટ જેટલો સમય લાગે છે, જ્યારે જૂના મોડલોને હાર્ડવેર ફેરફારોને કારણે વધુ સમય—ક્યારેક કલાકો સુધી—લાગી શકે છે. એરલાઇનોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે 48થી 72 કલાકમાં તમામ જરૂરી અપડેટ્સ પૂર્ણ થઈ જશે અને ફ્લાઇટ સંચાલન સોમવાર અથવા મંગળવારથી સામાન્ય સ્થિતિમાં આવી જશે.
We are aware of a directive from Airbus related to its A320 family aircraft currently in-service across airline operators. This will result in a software/hardware realignment on a part of our fleet, leading to longer turnaround time and delays to our…
— Air India (@airindia) November 28, 2025
આ રીતે, સુરક્ષાના હિતમાં ચાલી રહેલી આ પ્રક્રિયા થોડા દિવસ માટે મુસાફરોને અસુવિધા પહોંચાડે તેવી શક્યતા છે, પરંતુ લાંબા ગાળે આ પગલું A320 ફેમિલીના વિમાનોની સલામત અને વિશ્વસનીય કામગીરી માટે અત્યંત મહત્વનું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel