આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કરીને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ બ્રહ્મપુત્ર નદી પર ₹3,030 કરોડના ખર્ચે બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
કોંગ્રેસ આસામનો વિકાસ કરી શકતી નથી: પીએમ મોદી
જંગી જનસભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આસામના વિકાસ માટે ₹5.50 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જે કોંગ્રેસ આસામને પૂરતો વિકાસ ફંડ આપતી ન હતી, તે રાજ્યનો વિકાસ કરી શકે નહીં. પીએમ મોદીએ દાવો કર્યો કે ભાજપ સરકારે નોર્થ-ઈસ્ટના વિકાસને પ્રાથમિકતા આપી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા ફેરફારો લાવ્યા છે.
The people of Assam have blessed the BJP-NDA and are ready to fully support it again in the upcoming polls. The excitement at today’s rally in Guwahati is incredible. https://t.co/WlGZeXIoxG
— Narendra Modi (@narendramodi) February 14, 2026
પુલવામા હુમલાની વરસી પર આતંકવાદ મુદ્દે કોંગ્રેસને ઘેર્યું
વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાની વરસી નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે હુમલા બાદ ભારતે આતંકવાદીઓને કડક જવાબ આપ્યો હતો. સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસની નીતિઓ આતંકવાદ સામે નરમ રહી છે અને દેશહિત માટે જરૂરી કડક નિર્ણય લેવા હિંમત ન હતી.
વિકાસ, આરોગ્ય અને ટેક્નોલોજી ક્ષેત્રે ભાજપના દાવા
પીએમ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં દેશમાં માત્ર 6 AIIMS હતા, જ્યારે હવે 20થી વધુ AIIMS કાર્યરત છે. આસામમાં નવી મેડિકલ કોલેજો શરૂ થવાના કારણે આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. તેમણે તાજેતરમાં મંજૂર થયેલી પ્રધાનમંત્રી રાહત યોજના અંગે જણાવ્યું કે અકસ્માતમાં ઈજા થનારને હવે ₹1.50 લાખ સુધી મફત સારવાર મળશે.
It is a matter of immense pride that the Northeast gets an Emergency Landing Facility. From a strategic point of view and during times of natural disasters, this facility is of great importance. pic.twitter.com/eGaJIcptrf
— Narendra Modi (@narendramodi) February 14, 2026
નોર્થ-ઈસ્ટ વિકાસ અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો ઉલ્લેખ
વડાપ્રધાને આસામમાં વિકસતા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આસામી ચાની જેમ આસામી ચિપ્સ પણ વિશ્વમાં ઓળખ બનાવશે. તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોમાં હાઈવે, ટનલ અને બ્રિજ જેવી સુવિધાઓથી રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બની રહી છે. ભાજપ સરકારે નોર્થ-ઈસ્ટને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સતત પ્રયાસો કર્યા છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ વિકાસ આધારિત રાજકારણમાં વિશ્વાસ રાખે છે. તેમણે આસામની જનતાને કોંગ્રેસથી સાવધાન રહેવા અનુરોધ કર્યો અને રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel