વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુક સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરી હતી, જેમાં ઊર્જા, વેપાર, ટેકનોલોજી અને કનેક્ટિવિટી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ હતી.
પીએમ મોદીએ ભૂટાનના લોકો માટે ભારતની સતત સહયોગી નીતિને પુનરાવર્તન કરતાં જણાવ્યું કે ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો માત્ર કૂટનીતિક નથી પરંતુ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને લોકસંબંધોના આધાર પર ઊભેલા છે. તેમણે બંને દેશો વચ્ચે ગ્રીન એનર્જી, ડિજિટલ કનેક્ટિવિટી અને યુવા વિનિમય કાર્યક્રમો વધારવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાની વાત પણ કરી.
PM Modi returns to Delhi after two-day state visit to Bhutan, says outcomes will boost bilateral ties
Read @ANI Story | https://t.co/hNi0Tbc4m2#PMModi #India #Bhutan #Delhi pic.twitter.com/ggd6oYWdmK
— ANI Digital (@ani_digital) November 12, 2025
ભારત પરત ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં હાજરી આપવાની જાહેરાત કરી. આ બેઠક આજે સાંજે 5:30 વાગ્યે, વડા પ્રધાન નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ, ન્યૂ દિલ્હીમાં યોજાશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહેશે. સોમવારે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભીષણ વિસ્ફોટને પગલે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મંગળવારે જ ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેના અનુસંધાને આ વિસ્ફોટની તપાસ NIA (National Investigation Agency)ને સોંપવામાં આવી છે. NIAએ કેસ સંભાળી લીધો છે અને અત્યાર સુધીમાં ઘણા શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ છે.
દિલ્લી વિસ્ફોટ અંગે પીએમ મોદીએ ભૂટાનથી જ કડક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું —
“દિલ્લીમાં બનેલી આ ભયાનક ઘટનાએ આખા દેશને દુઃખી કર્યું છે. હું ભારે હૃદયે ભૂટાનથી પરત ફર્યો છું. આખી રાત મેં તપાસમાં જોડાયેલી એજન્સીઓ સાથે બેઠક કરી છે. દેશ પીડિત પરિવારોની સાથે છે. આ ષડયંત્રના સૂત્રધારો સુધી પહોંચવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. All those responsible will be brought to justice.”
પીએમ મોદીના આ નિવેદનથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કેન્દ્ર સરકાર આ આતંકી હુમલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મૂકનાર દરેક તત્વ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel