બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2025ના રોજ સીતામઢીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. માતા સીતાના આશીર્વાદની યાદ અપાવતા મોદીએ આ રેલી દરમિયાન મહાગઠબંધન, ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “બિહારના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે જજ બને — ગુન્ડા કે ગેંગસ્ટર નહીં. આ ચૂંટણી એ નક્કી કરશે કે બિહારનો યુવાન પ્રગતિનો માર્ગ પસંદ કરશે કે પાછો જંગલરાજ તરફ વળશે.”
પીએમ મોદીએ પ્રથમ તબક્કાના 64.66 ટકા મતદાનના વખાણ કરતા કહ્યું કે, “બિહારે પ્રથમ તબક્કામાં કમાલ કરી દેખાડ્યું છે. આ મહાગઠબંધન માટે ’65 વોલ્ટ કા ઝટકા’ સાબિત થયું છે.” તેમણે આરજેડી-કોંગ્રેસના ગઠબંધનને “કટ્ટા સરકાર” (અર્થાત્ બંદૂકવાળી સરકાર) ગણાવીને કહ્યું, “નહીં ચાહિયે કટ્ટા સરકાર, ફરી એક વાર NDA સરકાર!” તેમણે આરજેડીના શાસનને “કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુસંસ્કાર અને ભ્રષ્ટાચાર”ના પ્રતીક તરીકે ગણાવ્યું.
पहले चरण के मतदान ने NDA की रिकॉर्ड विजय पक्की कर दी है। मां सीता की पावनस्थली सीतामढ़ी में उमड़ा जनसागर भावविभोर करने वाला है। https://t.co/xBQT47oHUr
— Narendra Modi (@narendramodi) November 8, 2025
મોદીએ એક વાયરલ વિડિયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આરજેડી યુવાનોને ગુન્ડાગીરી તરફ દોરી રહી છે. તેમણે કહ્યું, “બિહારનો બાળક રંગદાર નહીં, પણ ડૉક્ટર, એન્જિનિયર અને જજ બનશે. NDA બિહારના યુવાનોને હથિયાર નહીં, પણ કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ સાધનો અને નવી તકો આપી રહ્યું છે.” તેમણે આરોપ લગાવ્યો કે આરજેડીના 15 વર્ષના શાસન દરમિયાન બિહારમાં કોઈ નવી હોસ્પિટલ કે મેડિકલ કોલેજ બની નહોતી અને મિથિલાની અનેક મિલો બંધ થઈ ગઈ હતી.
મોદીએ NDA સરકારના વિકાસ કાર્યોનું ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્યમાં નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલો, રસ્તાઓ, વીજળીના પ્લાન્ટ્સ અને રેલ-એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે ખાસ કરીને રિગા શુગર મિલને ફરી શરૂ કરવાની અને સીતામઢીથી અયોધ્યા સુધી સીધી રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી, જે રામાયણ સર્કિટને જોડશે.
પીએમ મોદીએ કહ્યું કે “બિહારમાં હવે હેન્ડ્સ અપ નહીં, પરંતુ સ્ટાર્ટઅપ્સનો યુગ આવશે.” તેમણે NDAની સિદ્ધિઓને યાદ અપાવીને કહ્યું કે ડબલ એન્જિન સરકાર બિહારના વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે.
તેમણે સીતામઢીની આ ધરતીને ‘માતા સીતાની નગરી’ ગણાવી અને કહ્યું કે “માતા સીતાના આશીર્વાદથી બિહાર વિકસિત રાજ્ય બનશે.” 2019માં અયોધ્યા ચુકાદા પછી તેમની સીતામઢીની મુલાકાતની યાદ અપાવતા મોદીએ કહ્યું કે આ ધરતી હંમેશાં સંકલ્પ અને સંસ્કારનું પ્રતીક રહી છે.
અંતમાં, મોદીએ જનતાને આહ્વાન કર્યું કે 11 નવેમ્બરનાં બીજા તબક્કાના મતદાનમાં વધુ પ્રમાણમાં મત આપીને જંગલરાજને પરત આવતાં રોકો અને ભ્રષ્ટાચારમુક્ત, વિકસિત બિહાર માટે NDAને સમર્થન આપો. તેમણે કહ્યું, “આ રેલી અને આ ચૂંટણી બિહારના ભવિષ્યને નવી દિશા આપશે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel