મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફાર સાથે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક ગઠબંધનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો, જેમને ભાજપ સાથે હાથ મિલાવવાના કારણે કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા, તેમણે હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાણ કરી લીધું છે.
બુધવારે મોડી રાત્રે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે તમામ કાઉન્સિલરોનું પાર્ટીમાં સ્વાગત કર્યું, જેને કારણે નગરપાલિકાની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત 20 ડિસેમ્બરે યોજાયેલી અંબરનાથ નગરપાલિકાની ચૂંટણી બાદ થઈ હતી, જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. સત્તા મેળવવાના પ્રયાસમાં ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ અચાનક હાથ મિલાવી ‘અંબરનાથ વિકાસ આઘાડી’ (AVA) નામનું ગઠબંધન બનાવ્યું હતું, જેમાં અજિત પવારની એનસીપી પણ સામેલ થઈ હતી. જોકે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપની કટ્ટર વિરોધી રહેલી કોંગ્રેસે સ્થાનિક સ્તરે ભાજપ સાથે ગઠબંધન કરવાના નિર્ણયને પક્ષ વિરોધી ગણાવ્યો અને આ તમામ 12 કાઉન્સિલરો તથા બ્લોક પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા.
🪷 तुमची आमची भाजपा सर्वांची 🪷
भाजपा परिवाराच्या विकासाभिमुख व लोकाभिमुख कार्यशैलीने प्रेरित होऊन उबाठा गटाचे कल्याण ग्रामीणचे उपजिल्हाप्रमुख राहुल भगत यांनी विकासाचे 'कमळ' हाती घेतले. यावेळी त्यांचे भाजपा परिवारात स्वागत करत पुढील वाटचालीस शुभेच्छा दिल्या.
याप्रसंगी… pic.twitter.com/KVfSjE2WmC
— Ravindra Chavan (@RaviDadaChavan) January 7, 2026
બેઠક ગણિતની વાત કરીએ તો, 60 સભ્યોની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાએ 27 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતી માટે જરૂરી આંકડાથી તે માત્ર ચાર બેઠકો દૂર રહી હતી. ભાજપે 14, કોંગ્રેસે 12 અને એનસીપીએ ચાર બેઠકો મેળવી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા હતા. આ સંજોગોમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધને શિવસેનાને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી, પરંતુ હવે કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા નગરપાલિકામાં ભાજપની તાકાત નોંધપાત્ર રીતે વધી ગઈ છે અને અંબરનાથની સ્થાનિક રાજનીતિમાં નવા સમીકરણો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel