મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા નજરે પડે છે. દિગ્વિજય સિંહે આ તસવીર દ્વારા ભાજપ અને RSSની સંગઠન શક્તિની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને સાથે સાથે પોતાની જ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મહત્વપૂર્ણ સલાહ આપી છે. દિગ્વિજય સિંહે એક્સ (પૂર્વે ટ્વિટર) પર લખ્યું કે આ તસવીર તેમને ક્વોરા સાઇટ પરથી મળી હતી અને તે ખૂબ પ્રભાવશાળી છે.
https://twitter.com/digvijaya_28/status/2004769895092027472
તેમણે જણાવ્યું કે કેવી રીતે RSSનો એક સામાન્ય સ્વયંસેવક અને જનસંઘ-ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેસતો હતો અને સંગઠનની શક્તિના કારણે આગળ વધી રાજ્યનો મુખ્યમંત્રી અને પછી દેશનો વડાપ્રધાન બન્યો. તેમના જણાવ્યા મુજબ આ ઘટના સંગઠનની તાકાતનું જીવંત ઉદાહરણ છે અને કોઈપણ રાજકીય પક્ષની ખરેખર શક્તિ તેના કેડર અને મજબૂત સંગઠન માળખામાં જ છુપાયેલી હોય છે.
આ સાથે દિગ્વિજય સિંહે પોતાની પાર્ટી કોંગ્રેસ તરફ પણ આંગળી ચીંધી છે. તેમણે રાહુલ ગાંધીની સામાજિક અને આર્થિક મુદ્દાઓ પરની સમજને સચોટ ગણાવી પ્રશંસા કરી, પરંતુ સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે રાહુલ ગાંધીને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે. દિગ્વિજય સિંહના મતે કોંગ્રેસ પાર્ટીમાં મોટા માળખાગત ફેરફારોની જરૂર છે. તેમણે પક્ષના આંતરિક સુધારાની તુલના ચૂંટણી પંચના સુધારા સાથે કરી અને લખ્યું કે રાહુલ ગાંધી સંગઠન સર્જનની શરૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હવે પક્ષને યોગ્ય રીતે ચલાવવાની અને મજબૂત બનાવવા સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી આ ફેરફારો લાવી શકે છે, પરંતુ તેમને મનાવવું સરળ કામ નથી.
@RahulGandhi ji you are absolutely “Bang On” in matters of Socio-Economic Issues. Full Marks.
But now please look at @INCIndia also. Like @ECISVEEP needs Reforms,
So Does Indian National Congress. You have started with “संघटन सृजन” But we need more Pragmatic Decentralised… https://t.co/jmxjtsxtU9
— Digvijaya Singh (@digvijaya_28) December 19, 2025
આ પોસ્ટને લઈને રાજકીય વર્તુળોમાં હોબાળો મચ્યા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ RSS અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાના કટ્ટર વિરોધી છે, પરંતુ તેઓ હંમેશા મજબૂત સંગઠન પ્રક્રિયાના સમર્થક રહ્યા છે. તેમનો ઉદ્દેશ માત્ર સંગઠન શક્તિનું મહત્વ સમજાવવાનો હતો, કોઈ વિચારધારાની પ્રશંસા કરવાનો નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel