એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડલ પર વિશેષ પોસ્ટ કરીને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. પોતાના ‘X’ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા પીએમ મોદીએ કહ્યું, “ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ.” આ ફાઇનલ મેચમાં ભારતે જે રીતે પાકિસ્તાનને કચડી નાખ્યું છે તેનાથી બધા દેશવાસીઓ ગર્વથી ફૂલી ગયા છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઈલથી પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને હવે અમારા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર બેટ અને બોલથી તેમને હરાવ્યા છે.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
ફાઇનલમાં ભારતે શરૂઆતમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટોસ બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી રહી હતી. ચર્ચામાં રહેલો યુવા ખેલાડી અભિષેક શર્મા ફક્ત 5 રન બનાવી પેવિલિયન પરત ફર્યો. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ જેવા મુખ્ય બેટ્સમેન પણ ડબલ-ડિજિટ સુધી પહોંચી શક્યા નહીં. પરંતુ તિલક વર્માએ પાકિસ્તાની બોલરો સામે અડીખમ રહીને શાનદાર ઇનિંગ રમી. તિલકએ 69 રનની અણનમ પારી રમીને ટીમને મજબૂત આધાર આપ્યો અને અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો. તેની બેટિંગના કારણે પાકિસ્તાનના બોલરો પર દબાણ વધતું ગયું અને મેચ ભારતની તરફેણમાં વળી ગઈ.
મિડલ ઓર્ડરમાં શિવમ દુબે અને સંજુ સેમસને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંજુએ તિલક સાથે 57 રનની મજબૂત ભાગીદારી કરી, જેનાથી સ્કોરબોર્ડ આગળ વધ્યો. ત્યારબાદ શિવમ દુબે અને તિલક વચ્ચે 60 રનની ઝડપી ભાગીદારી થઈ, જેનાથી ભારતનો રન ચેઝ સરળ બન્યો. સંજુ સેમસને 21 બોલમાં 24 રન બનાવ્યા, જ્યારે શિવમે 22 બોલમાં 33 રનનું વિસ્ફોટક યોગદાન આપ્યું. અંતે, ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમનાર રિંકુ સિંહે વિજયી શોટ ફટકારી એક રન મેળવી ભારતને એશિયા કપ 2025નો ચેમ્પિયન બનાવી દીધું.
આ વિજય માત્ર ક્રિકેટની જીત નથી, પરંતુ દેશના મનોબળને વધારતો પ્રસંગ છે. પાકિસ્તાન સામે મેદાનમાં મેળવેલી આ ગૌરવસભર જીતથી દેશભરના ક્રિકેટપ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે, અને વડાપ્રધાન મોદીની દેશભક્તિથી ભરેલી પોસ્ટે આ ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel