બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે.
ડોલવણ તાલુકાના કણધા ગામે આવેલ શ્રી કણધા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી પ્રતાપભાઈ પટેલએ છેલ્લા ત્રણ મહિનાથી મંડળીમાં 15 થી 20 ગુણની ઘટ આવતી હોવાનું જણાવ્યું હતું.
મંડળીના મંત્રી પ્રતાપભાઇના જણાવ્યા મુજબ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનામાં દર વખતે 300 ગુણ દાણ મંગાવવામાં આવી હતી જેમાં ઘટ જોવા મળી છે.
મંત્રીને શંકા જતા સપ્ટેમ્બર મહિનાની 24 તારીખે GJ21 T 4762 નંબરની ગાડી દ્વારા મંડળીમાં આવેલ દાણની ગુણોની ગણતરી કરતા 18 ગુણ ઓછી આવી હતી.
મંત્રીનું કહેવું છે કે, જ્યારે પણ 300 ગુણ દાણ મંગાવામાં આવે છે ત્યારે એમાં ઘટ જોવા મળે છે. આ ગાડીઓના ટ્રાન્સપોર્ટર મનીષ જી શાહ અને હરેશભાઈ નામના વ્યક્તિઓ છે.
સુમુલ દાણ ફેક્ટરીના અધિકારીઓ દ્વારા આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં કે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel