રાજપીપળા : શહેરના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા પ્રતીકાત્મક રીતે રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું.
ભાજપ કાર્યકરોના જણાવ્યા અનુસાર દિલ્હીના ભારત મંડપમ ખાતે કોંગ્રેસ દ્વારા AI સહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ભાજપે દેશવિરોધી માનસિકતા ગણાવી હતી.
યુવા મોરચાના પ્રમુખ મહેન્દ્ર દવેના જણાવ્યા મુજબ, “કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નકારાત્મક રીતે રજૂ કરવાની પ્રવૃત્તિ સામે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.”
ભાજપના કાર્યકરોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને વિકાસના માર્ગે આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા નારા લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હોવાનું જણાવાયું છે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel