વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ અને અનેક નેતાઓનાં ઘરો પર ગુસ્સેલ ટોળાએ હુમલો કરીને આગ લગાવી દીધી હતી. વડા પ્રધાન અને કેટલાંક મંત્રીઓએ રાજીનાં આપ્યા, પરંતુ છતાં પણ પરિસ્થિતિ શાંત થઈ નથી. અત્યાર સુધી 19થી વધુ લોકોના મોત થયા છે અને સૈંકડો લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગત વર્ષે બાંગ્લાદેશમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સરકાર પતનને યાદ અપાવે છે. શ્રીલંકા પણ ભૂતકાળમાં આવા જ આંદોલનોના કારણે રાજકીય-આર્થિક સંકટમાંથી પસાર થઈ ચૂક્યું છે.
દેશ હિત માં આ લોકો ને જેલ ભેગા કરો .
Diciplin લાવા માટે અમુક કઠોર નિર્ણયો લેવા પડશે.
— sachin (@sachin22jan01) September 10, 2025
આવા સંવેદનશીલ સમયમાં, ભારતમાં આમ આદમી પાર્ટીની (AAP) સુરત શાખાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ભારે વિવાદનું કારણ બની છે. ફેસબુક પર મુકાયેલા આ પોસ્ટમાં લખાયું હતું– “શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તાના વિરોધમાં યુવાનો રોડ પર… ભારતના યુવાનો ક્યારે જાગશે…?” આ પોસ્ટને સ્પષ્ટ રીતે ભારતમાં અશાંતિ ફેલાવવાના આહ્વાન તરીકે જોવામાં આવી રહ્યું છે. ઘણા યુઝર્સનો આક્ષેપ છે કે આ પોસ્ટ ભારતના યુવાનોને ઉશ્કેરવાની કોશિશ છે, જે દેશવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
આમ આદમી પાર્ટી સુરતના ફેસબુક પેજ દ્વારા આ પ્રકારની ઉશ્કેરી જનક અને યુવાનોને ગેરમાર્ગે દોરતી દેશ વિરોધી પ્રવૃતિઓ કરવા .. પ્રેરિત કરવામાં આવી રહ્યું છે.
સમય રહેતા નોંધ લેજો @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/jzvdavJHRl
— Aaditya. (@DrAadityaMehta) September 9, 2025
સોશિયલ મીડિયા પર આ પોસ્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, AAPનું મૂળ સ્વરૂપ જ પ્રજાને અને ખાસ કરીને યુવાનોને ઉશ્કેરવાનું રહ્યું છે. એક યુઝરે લખ્યું કે આ અરાજકતાવાળી વિચારસરણી ધરાવતી પાર્ટીથી જેટલા દૂર રહીએ તેટલા સુરક્ષિત રહીશું. પ્રચેતસ ભીમજિયાણીએ સરકારને ટેગ કરીને લખ્યું કે, “દુશ્મનો માત્ર સરહદની બહાર નથી, અંદર પણ બેઠા છે. આપણા જવાનો તો સરહદ પરના દુશ્મનોનો સામનો કરી જ રહ્યા છે, પરંતુ અંદર બેઠેલાઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. આ પ્રકારની ખુલ્લી ઉશ્કેરણીને અવગણવી ખતરનાક છે.”

બીજા ઘણા યુઝર્સે પણ ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને કડક પગલાં લેવા માંગ કરી છે. કેટલાકે તો એડમિનોને જેલમાં નાખવાની માંગણી કરી છે. એક યુઝરે એક્સ પર લખ્યું કે, “AAP સુરતના પેજ પરથી આવી ઉશ્કેરણીજનક પોસ્ટ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ દેશવિરોધી છે.” આ વિવાદ વચ્ચે હકીકત એ છે કે પોસ્ટ પ્રકાશિત થયા પછી 22 કલાક વીતી ગયા છતાં, ન તો પોસ્ટ હટાવવામાં આવી છે, ન જ આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ તેની પ્રતિક્રિયા આપી છે.
હાલમાં લોકોમાં ભારે રોષ છે અને સોશિયલ મીડિયા પર સતત દબાણ વધી રહ્યું છે કે ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે. આ વિવાદે માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ ચર્ચા જગાવી છે કે શું કોઈ રાજકીય પક્ષને દેશમાં અરાજકતા ફેલાવવાનો હક છે કે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel