ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે કુલ ₹7,616 કરોડના બે મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ સાથે જ મોદી સરકારે અત્યાર સુધી બિહાર માટે આશરે ₹11 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હોવાનું પણ જણાવાયું છે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક આંકડો છે.
મોકામા–મુંગેર વચ્ચે ચાર લેન હાઈવેને મંજૂરી આપીને દક્ષિણ બિહારના લોકોને મોટી રાહત આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર ₹4,447 કરોડ ખર્ચાશે અને તેની કુલ લંબાઈ 82 કિમી હશે. આ માર્ગ તૈયાર થઈ જાય તો બક્સરથી ભાગલપુર સુધીના હાઈ-સ્પીડ કોરિડોરનો મહત્વપૂર્ણ ભાગ મજબૂત બનશે અને મુસાફરીનો સમય લગભગ એક કલાક સુધી ઘટશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માત્ર વાહનવ્યવહારને જ નહીં, પરંતુ વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ ગતિ આપશે.
#WATCH | Cabinet approves doubling of Bhagalpur – Dumka – Rampurhat single railway line section (177 Km) in Bihar, Jharkhand and West Bengal with total cost of Rs. 3,169 Crore.
Union Minister Ashwini Vaishnaw says, "Its investment will be Rs. 3,169 crores. This is also a very… pic.twitter.com/me388vCQrp
— ANI (@ANI) September 10, 2025
તે ઉપરાંત ભાગલપુર–દુમકા–રામપુરહાટ વચ્ચેની 177 કિમી લાંબી ડબલ ટ્રેક રેલ લાઈનને પણ કેબિનેટની મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ પર ₹3,169 કરોડ ખર્ચાશે અને તે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને સીધી રીતે જોડશે. રેલ્વેના કાર્ગો ટ્રાફિકમાં લાંબા સમય બાદ વધારો થતો જોવા મળી રહ્યો છે. આઝાદી બાદ સતત ઘટતા કાર્ગો મોડલ શેર 27% સુધી નીચે સરક્યો હતો, પરંતુ હવે તે 29% સુધી વધી ગયો છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોટા પરિવર્તનનું સૂચક છે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "The railway cargo was decreasing continuously after Independence. After reaching a low of 27% it is now starting to increase. Now the model share has reached approximately 29%. The total number of infrastructure projects… pic.twitter.com/pj7mQcKVY2
— ANI (@ANI) September 10, 2025
વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ત્રીજા કાર્યકાળમાં અત્યાર સુધી લગભગ ₹11 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. આ રોકાણો માત્ર કાગળ પરની જાહેરાતો નથી, પરંતુ તે દેશના વિવિધ રાજ્યોમાં રોજગાર ઊભો કરી રહ્યાં છે, લોકોના જીવનસ્તરમાં પરિવર્તન લાવી રહ્યાં છે અને કનેક્ટિવિટી દ્વારા ગામડાઓને શહેરો સાથે અને રાજ્યને દેશના અન્ય વિસ્તારો સાથે વધુ સુદૃઢ રીતે જોડીને વિકાસના નવા દ્વાર ખોલી રહ્યાં છે.
બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યને મળેલા આ પ્રોજેક્ટ્સને માત્ર રાજકીય લાભ માટે નહીં, પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને એક ગેમ-ચેન્જર પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel