રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. આજથી રાજ્યના તમામ બિલ્ડરો માટે બાંધકામ સાઇટની બહાર ફરજિયાત રીતે પ્રોજેક્ટની તમામ મુખ્ય વિગતો દર્શાવતું અને સ્કેન કરી શકાય તેવું QR કોડ ધરાવતું માહિતી બોર્ડ લગાવવું જરૂરી બની ગયું છે. આ બોર્ડની લઘુત્તમ પહોળાઈ 1.20 મીટર અને ઊંચાઈ 2 મીટર હોવી જોઈએ, જ્યારે તેમાં લખેલા અક્ષરોની ઊંચાઈ ઓછામાં ઓછા 2.50 સેમી રાખવાની રહેશે જેથી દરેક વ્યક્તિ માહિતી સરળતાથી વાંચી શકે.
QR કોડ એવો રાખવો ફરજિયાત છે કે સામાન્ય મોબાઇલથી પણ તરત સ્કેન થઈ જાય. બોર્ડમાં રેરા રજિસ્ટ્રેશન નંબર, પ્રોજેક્ટની બાંધકામ પ્રગતિ, સ્પેસિફિકેશન, એમેનિટીઝ, લોનની માહિતી અને રેરાના કલેશન બેંક એકાઉન્ટ નંબરનો ઉલ્લેખ અનિવાર્ય રહેશે, જેમાં રેરા રજિસ્ટ્રેશન નંબર અને કલેશન એકાઉન્ટની વિગતો ખાસ લાલ રંગમાં દર્શાવવાની રહેશે.
સાથે જ બિલ્ડરોને દર ત્રણ મહિને આ બોર્ડ અથવા બેનરનો ફોટો રેરામાં સબમિટ થતાં રિપોર્ટ સાથે અપલોડ કરવો ફરજિયાત રહેશે. નવા નિયમોનું મુખ્ય ઉદ્દેશ ઘર ખરીદદારોને વધુ પારદર્શિતા, વિશ્વસનીય માહિતી અને સરળ પ્રાપ્તિ સુનિશ્ચિત કરવાનો છે, જેથી તેઓ પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિ અને વિશ્વસનીયતા વિશે સ્પષ્ટ સમજ મેળવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel