સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું સત્ર ‘પોલિટિકલ ડ્રામાનો સ્ટેજ’ ન બનવું જોઈએ, પરંતુ અહીં રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર નક્કર, ગંભીર અને પરિણામકારક ચર્ચા થવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સાંસદોનું વર્તન એવું હોવું જોઈએ કે દેશને સમજાય કે સંસદ રાષ્ટ્રના હિત માટે શું કરવા માંગે છે.
વિપક્ષની આક્રમકતા અને હંગામા તરફ સંકેત કરતાં પીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ડ્રામા કરવા માટે જગ્યા ઘણી હોય છે, જેમને કરવું હોય એ કરતા રહે, પરંતુ અહીં સંસદમાં ડ્રામા નહીં—ડિલિવરી થવી જોઈએ.” આગળ તેમણે ઉમેર્યું કે નારાબાજી કરવા માટે પણ સમગ્ર દેશ છે, પરંતુ સંસદનું મંચ નીતિ, દષ્ટિકોણ અને વિકાસ પર ચર્ચા કરવાનો છે.
Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz
— Narendra Modi (@narendramodi) December 1, 2025
પીએમ મોદીએ રાજકારણમાં નકારાત્મકતાની વૃત્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કદાચ કેટલીકવાર નેગેટિવિટીનું રાજકીય ફાયદો લેવાય, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે સકારાત્મક વિચાર અતિઆવશ્યક છે. તેથી નકારાત્મક ભાવનાઓને મર્યાદામાં રાખીને રાષ્ટ્રના વિકાસ માટેનું કામ પ્રાથમિકતા બનવું જોઈએ, એમ પીએમ મોદીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel