click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
Gir SomnathGujarat

શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

સોમનાથ ટ્રસ્ટનું 30 દિવસ 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન

Last updated: 2026/07/20 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ધોતીનો પરંપારિક પરિવેશ પહેરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ ભવ-ભવની ભીડ ભાંગશે

Contents
સોમનાથ:કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાય:માત્ર ₹૫૧માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ:સમય અને સ્થળનું સુદ્રઢ આયોજનસોમનાથ એટલે મહામૃત્યુંજયની ભૂમિ:રિપોર્ટર:- મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ )

સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતું દેવાધિદેવ મહાદેવનું વરદાન

ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પર ટૂંક સમયમાં પ્રારંભ થશે યગ્નનું સ્લોટ બુકિંગ…

સોમનાથ:

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ ૨૦૨૬માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.

કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાય:

દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે ‘પાઘ પૂજા’ અને ‘છેલ્લી ધ્વજા પૂજાઓ’ બુક થઈ ચૂકી છે. આ ઉપરાંત સેંકડોની માત્રામાં ‘સોમેશ્વર પૂજા’ પણ એડવાન્સ બુક થઈ ગઈ છે. ત્યારે, સોમનાથ આવનાર સામાન્યમાં સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્યલાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ (૩૦ દિવસ) માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.

માત્ર ₹૫૧માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ:

નામમાત્રનો શુલ્ક: ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી માત્ર ₹૫૧/- (એકાવન રૂપિયા) જેવી નજીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે. આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ ૫૧ આહુતિઓ અર્પણ કરશે. આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય (હવન સામગ્રી) ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પૂરું પાડવામાં આવશે.

સરળ બુકિંગ વ્યવસ્થા: ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગેના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે.

સમય અને સ્થળનું સુદ્રઢ આયોજન

૯ ટાઈમ સ્લોટ: ભક્તોની સુવિધા માટે ૫૧ કુંડી મહાયજ્ઞનું દિવસ દરમિયાન કુલ ૯ ટાઈમ સ્લોટમાં આયોજન કરાયું છે. (સવારે ૮ થી ૯, ૯ થી ૧૦, ૧૦ થી ૧૧, ૧૧ થી ૧૨, બપોરે ૧ થી ૨, ૨ થી ૩, ૩ થી ૪, ૪ થી ૫, અને સાંજે ૫ થી ૬).

૩ વિશાળ યજ્ઞશાળાઓ: મંદિર પરિસરમાં (૧) દક્ષિણ દ્વાર નજીક, (૨) બાણસ્તંભ નજીક, અને શો પેવેલિયન પાસે વિશાળ માત્રામાં યજ્ઞહોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રત્યેક સ્લોટમાં ભક્તો નિયત યજ્ઞકુંડમાં હોમ કરી શકશે.

વિશેષ ધોતી કાઉન્ટર: યજ્ઞમાં બેસવા માટે પરંપરાગત પોશાક અનિવાર્ય હોવાથી, ભક્તોની સરળતા માટે ટ્રસ્ટ દ્વારા ‘ધોતી કાઉન્ટર’ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી યજમાનોને ધોતી પૂરી પાડવામાં આવશે.

સોમનાથ એટલે મહામૃત્યુંજયની ભૂમિ:

સોમનાથ એ મહામૃત્યુંજયની સિદ્ધ ભૂમિ છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ જ પવિત્ર ભૂમિ પર ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના કરોડો જાપ કરી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવી હતી અને શિવજીનું પરમ સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું.

સોમનાથ ટ્રસ્ટ તમામ શિવભક્તોને હૃદયપૂર્વક આહવાન કરે છે કે, આવો આપણે સૌ પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ મહામૃત્યુંજય યજ્ઞમાં જોડાઈએ અને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનું અખૂટ ભાથું બાંધીએ.

 

રિપોર્ટર:- મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, 51 કુંડી મહાયજ્ઞ, Breaking news, Dhoti Counter Somnath, gujarat, Gujarat religious news, gujarati news, india news, localnewsingujarat, Mahamrityunjaya Mantra, Mahamrityunjaya Yagya, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Shravan 2026, Somnath Jyotirlinga, Somnath Latest News, Somnath Mahadev, Somnath temple, Somnath Yagya Booking, somnath.org, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત તીર્થધામ, જ્યોતિર્લિંગ સોમનાથ, ધાર્મિક સમાચાર, પ્રથમ જ્યોતિર્લિંગ, ભગવાન શિવ, ભારત, મહામૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંજય મહાયજ્ઞ, શિવભક્તિ, શ્રાવણ પૂજા, શ્રાવણ માસ 2026, સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ પૂજા બુકિંગ, સોમનાથ મંદિર, સોમનાથ મહાદેવ, સોમનાથ યજ્ઞ સ્લોટ, ₹51 મહામૃત્યુંજય યજ્ઞ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી
Next Article ‘સોનુ’ બની સગીરાને ફસાવ્યાનો આરોપ : અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્વાલિયરમાંથી બિટ્ટુ ખાનને ઝડપ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?