તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વોકઆઉટ કર્યું, જેને કારણે રાજકીય માહોલમાં હલચલ મચી છે. આર.એન. રવિએ આક્ષેપ કર્યો કે વિધાનસભામાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ને પૂરતું સન્માન આપવામાં આવતું નથી અને તેઓની માંગ હતી કે રાજ્યગીત ‘તમિલ થાઈ વાઝથુ’ પછી તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવે. તેમ છતાં, વિધાનસભાના સ્પીકર એમ. અપ્પાવુએ આ માંગને નકારી કાઢી હતી.
Tamil Nadu Governor RN Ravi walked out of the state assembly. He demanded that the national anthem be played after the Tamil Anthem. When Speaker Appavu refused, the Governor walked out without reading the opening address. This is the third time he has walked out. He had…
— ANI (@ANI) January 20, 2026
રાજ્યપાલે આ ઘટનાને બંધારણીય ફરજનું ઉલ્લંઘન ગણાવ્યું અને જણાવ્યું કે તેમનું માઇક વારંવાર બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ પોતાના મતલબની વાત રજૂ કરી શક્યા નહીં. આ મામલે લોકભવન તરફથી જારી થયેલી પ્રેસ રિલીઝમાં રાજ્યપાલે સ્ટાલિન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં સરકારની કામગીરી, વાસ્તવિક વિકાસ, સુરક્ષા અને સામાજિક મુદ્દાઓ અંગે ખોટા દાવાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વિધાનસભામાં તૈયાર કરાયેલ સ્પીચને રાજ્યપાલે વાચવાનું નકાર્યું, કારણ કે તેમાં અનેક ખોટા દાવા અને ભ્રામક નિવેદનો હતા. રાજ્યપાલે જણાવ્યું કે દલિતો સામે અત્યાચાર, દલિત મહિલાઓ સામે જાતીય હિંસા અને યુવાઓમાં ડ્રગ્સનો ઉપયોગ વધી રહ્યો છે, જે પર્યાપ્ત ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. POCSO કેસોમાં બળાત્કારના પ્રમાણમાં 55% થી વધુ અને મહિલાઓ સામે જાતીય શોષણમાં 33% થી વધુ વધારો થયો છે. તેમણે ફોકસ કર્યો કે રાજ્યમાં 12 લાખ કરોડથી વધુ રોકાણ લાવવામાં આવ્યું છે એવું દાવો ખોટો છે, અને ઘણા MoU માત્ર કાગળ પર જ છે, વાસ્તવિક રોકાણ તેના ખૂબ નાનાં ભાગમાં પૂરતું છે. ચાર વર્ષ પહેલાં તમિલનાડુ વિદેશી સીધા રોકાણમાં ચોથી ક્રમે હતું, જ્યારે આજે તે છઠ્ઠા ક્રમે છે.
Lok Bhavan, Tamil Nadu, issues a press release informing of the reasons why Governor RN Ravi walked out of the assembly before delivering his inaugural address.
The release says, "The Governor’s mic was repeatedly switched off, and he was not allowed to speak… Atrocities… pic.twitter.com/GOj6D7jWnF
— ANI (@ANI) January 20, 2026
રાજ્યપાલે માનસિક સ્વાસ્થ્ય, યુવાનો અને શિક્ષણ ક્ષેત્ર પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે. એક વર્ષમાં આશરે 20,000 લોકોએ આત્મહત્યા કરી છે, જે રોજના લગભગ 65 આત્મહત્યા થાય છે તે દર્શાવે છે. શિક્ષણના ધોરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, અને 50%થી વધુ ફેકલ્ટી પદો વર્ષોથી ખાલી છે. ગ્રામ પંચાયતો નિષ્ક્રિય છે કારણ કે વર્ષોથી ચૂંટણી યોજાઈ નથી. રાજ્યપાલે મંદિરો પર કુપ્રબંધન હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે સ્ટાલિન સરકારે લોકપ્રિય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પર નિયંત્રણ સાધ્યું છે. આ તમામ મુદ્દાઓને લઈને રાજ્યપાલે વિધાનસભામાં વોકઆઉટ કર્યો અને સ્ટાલિન સરકારની ખામીઓને ખુલ્લેઆમ રજૂ કરી પોલ ખોલી છે, જે હવે રાજ્યમાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel