મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે. મંદિરના નિર્માણનાં મુખ્ય તબક્કા—ભૂમિ પૂજન (5 ઑગસ્ટ 2020) અને પ્રાણ પ્રતિષ્ઠા (22 જાન્યુઆરી 2024)—બંને અભિજિત મુહૂર્તમાં જ થયા હતા. વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મુહૂર્તને સૂર્ય દેવની ઉર્જા સાથે જોડાયેલું શક્તિશાળી અને અત્યંત શુભ સમય માનવામાં આવે છે. તેથી ધ્વજારોહણ પણ આ જ મુહૂર્ત દરમિયાન થશે.
PM Modi lands in Ayodhya to take part in flag-hoisting ceremony at Ram Temple
Read @ANI Story I https://t.co/akyutsQmJa#Ayodhya #RamTemple #flaghoisting #PMModi pic.twitter.com/vfhJJpR0tO
— ANI Digital (@ani_digital) November 25, 2025
વડાપ્રધાન મોદી અઢી કિમીના ભવ્ય રોડ શો બાદ રામ મંદિર પહોંચશે અને શ્રી રામ દરબારમાં પૂજા કરશે. ત્યારબાદ રામલલ્લાના ગર્ભગૃહના દર્શન પછી બપોરે 12 થી 12:30 વચ્ચે ધર્મ ધ્વજા ફરકાવશે. આ ઘટના માર્ગશીર્ષ મહિનાના શુદ્ધ પક્ષની પંચમી તિથીએ યોજાઈ રહી છે, જે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે.
આ વિશેષ સમારોહમાં લગભગ 21 હજાર મહેમાનો ઉપસ્થિત રહેશે. તેમાં દેશના સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો, ખેલાડીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આમંત્રિત મહેમાનોની યાદીમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સીએમ યોગી આદિત્યનાથ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનુ નિગમ, રવિ તેજા, સચિન તેંડુલકર, એમ.એસ. ધોની અને વિશ્વનાથ આનંદ જેવા નામો સામેલ છે. દરેક મહેમાનને ટિફિનમાં વિશેષ લાડુ પ્રસાદરૂપે આપવામાં આવશે. સમગ્ર સંકુલમાં 7 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે અને 1600 સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. અયોધ્યાના મુખ્ય માર્ગો પર સામાન્ય જનતા માટે નિયંત્રણ રહેશે અને દિવસ દરમિયાન દર્શન પ્રક્રિયા સ્થગિત રહેશે.
"Saffron flag symbolises sacrifice and devotion": Champat Rai ahead of flag-hoisting ceremony at Ayodhya Ram Temple
Read @ANI Story I https://t.co/WgpcwJXPfy#Saffronflag #ChampatRai #Ayodhya #RamTemple pic.twitter.com/iuj022orXG
— ANI Digital (@ani_digital) November 25, 2025
મંદિર અને શહેરનો શણગાર પણ વિશેષ આકર્ષણ છે—રેામ મંદિર 100 ક્વિન્ટલ અને સમગ્ર અયોધ્યા 300 ક્વિન્ટલ ફૂલોથી સુશોભિત છે. ધર્મ ધ્વજા ત્રિકોણાકાર છે, 20 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો, જ્યારે ધજાદંડ 42 ફૂટ ઊંચો છે અને 360 ડિગ્રી ફેરવી શકાય તેવી વ્યવસ્થા છે. ધ્વજનું વજન 2.5 કિલોગ્રામ છે અને તેમાં ત્રણ પ્રતીકો ઉમેરવામાં આવ્યા છે—સૂર્ય વંશનું પ્રતીક, પવિત્ર ‘ઓમ’ અને રામાયણમાં દર્શાવેલો પવિત્ર કોવિદર વૃક્ષનો ચિહ્ન.
મંગળવારે સવારે રામલલ્લાની વિશેષ મંગળા આરતી બાદ લગભગ બે કલાક સુધી અભિષેક થશે અને ત્યારબાદ ભગવાનને સોનાના દોરાથી બનેલી પિતામ્બરી પહેરાવવામાં આવશે. વડાપ્રધાન મોદી રામલલ્લાની આરતી કરશે અને સોનાનું છત્ર અર્પણ કરશે, જ્યારે પ્રસાદ સ્વરૂપે મીઠી મિસરી અને તુલસીના પાનનો ઉપયોગ થશે.
આ સમગ્ર કાર્યક્રમ માત્ર ધાર્મિક ઘટના નહીં પરંતુ સદીોથી ચાલતા સ્વપ્નને સાકાર થતું એક ઐતિહાસિક અને લાગણીસભર ક્ષણ તરીકે નોંધાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel