અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરી. તેમની સાથે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat ceremonially hoist the saffron flag on the Shikhar of the sacred Shri Ram Janmbhoomi Temple, symbolising the completion of the temple’s construction.
The right-angled triangular flag, measuring 10 feet… pic.twitter.com/Ip8mATz2DC
— ANI (@ANI) November 25, 2025
વૈદિક મંત્રોચ્ચાર અને ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ, શંખનાદ વચ્ચે રામ મંદિર પર ધ્વજસ્થાપના કરવામાં આવી. મંદિર પરિસરમાં હજારો મહેમાનો આ દિવ્ય ક્ષણોના સાક્ષી બન્યા, જેમણે ‘જય શ્રીયમ’ના જયઘોષ સાથે આ ઐતિહાસિક ઘટનાને વધાવી લીધી.
#WATCH | Ayodhya Dhwajarohan | Devotees rejoice as the saffron flag rises atop Shri Ram Janmabhoomi Temple Shikhar, constructed in the traditional North Indian Nagara architectural style.
The right-angled triangular flag, measuring ten feet in height and twenty feet in length,… pic.twitter.com/585WR9gtAw
— ANI (@ANI) November 25, 2025
કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદી સવારે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં પ્રથમ તેમણે મંદિર પરિસરમાં સપ્ત મંદિરની મુલાકાત લઈને પૂજા-દર્શન કર્યાં હતાં. ત્યારબાદ પ્રથમ તલ પર જઈને રામદરબારના દર્શન કરીને આરતીમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે પ્રભુ રામલલાના પણ દર્શન કર્યા હતા. દર્શન બાદ તેઓ ધ્વજારોહણ માટે પહોંચ્યા હતા, જ્યાં અન્ય મહેમાનોની હાજરીમાં ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદી અને અન્ય અતિથિઓએ સભાને પણ સંબોધિત કરી.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and Sarsanghchalak Mohan Bhagwat offer prayers at Ram Lalla Garbha Grah
UP CM Yogi Adityanath and UP Governor Anandiben Patel are also present
(Source: DD) pic.twitter.com/Di62vOy09r
— ANI (@ANI) November 25, 2025
રામ મંદિરમાં ધ્વજસ્થાપના સાથે મંદિરનું નિર્માણકાર્ય ઔપચારિક રીતે પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર હવે દર્શનાર્થીઓના સ્વાગત માટે ખુલ્લું મૂકાશે. ઑગસ્ટ 2020માં ભૂમિપૂજન બાદ પાંચ વર્ષે નિયત સમયમર્યાદામાં મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું.
Ayodhya Dhwajarohan | The Dharma Dhwaj, measuring ten feet in height and twenty feet in length, bears the image of a radiant Sun symbolising the brilliance and valour of Lord Shri Ram, with an ‘Om’ inscribed on it along with the image of the Kovidara tree.
(Pics: DD) pic.twitter.com/1r3fV7XeXv
— ANI (@ANI) November 25, 2025
આજે ભારત અને આખું વિશ્વ રામમય બની ગયું છે: પીએમ મોદી
શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘આજે, અયોધ્યા શહેર ભારતના સાંસ્કૃતિક જાગૃતિના બીજા એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે આખું ભારત, આખું વિશ્વ રામમય બની ગયું છે. આજે રામ ભક્તોના હૃદયમાં અનંત આનંદ છે. સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓ જૂના સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. આજે એક યજ્ઞનો અંતિમ અર્પણ છે જેની આગ પાંચસો વર્ષથી સળગી રહી છે. આજે, ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઉર્જા સ્થાપિત થઈ છે. આ ધર્મધ્વજ ઇતિહાસના સુંદર જાગૃતિનો રંગ છે. તેનો ભગવો રંગ, સૂર્યવંશનો વારસો, રામરાજ્યનો મહિમા ધરાવે છે. આ ધ્વજ એક સંકલ્પ છે, તે સિદ્ધિ માટે સંકલ્પની ભાષા છે, તે સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિ છે. આ ધર્મધ્વજ ઘોષણા કરશે ભગવાન શ્રી રામના આદર્શો, તે સત્યમેવ જયતેની ઘોષણા કરશે.’
આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ જે શાંતિ અને સમૃદ્ધિ આપે: મોહન ભાગવત
શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, ‘ઘણાં રામ ભક્તોએ આ દિવસ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. મંદિર બનાવવામાં પણ સમય લાગે છે. આ ધર્મ ધ્વજ છે. તે કેસરી રંગનો છે. આ ધર્મ ધ્વજ પર કોવિદાર વૃક્ષ છે, જે રઘુકુળનું પ્રતીક છે. કોવિદાર વૃક્ષ બે પવિત્ર વૃક્ષોના ગુણોનું મિશ્રણ છે. આપણે ધર્મ ધ્વજને શિખર સુધી પહોંચાવડો જોઈએ. આજે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ જે શાંતિ અને સમૃદ્ધિ આપે.’
#WATCH अयोध्या, उत्तर प्रदेश: आरएसएस प्रमुख मोहन भागवत ने कहा, "आज हम सबके लिए एक सार्थकता का दिन है। इतने लोगों ने सपना देखा, इतने लोगों ने प्रयास किए, इतने लोगों ने अपने प्राण अर्पण किए आज उनकी आत्मा को तृप्त हुई होगी। आज वास्तव में अशोक जी को वहां शांति मिली होगी….उन्होंने… pic.twitter.com/bHb2jmmiCG
— ANI_HindiNews (@AHindinews) November 25, 2025
અયોધ્યા ધામમાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ધાર્મિક ધ્વજ ફરકાવવાને નવા યુગની શરૂઆત ગણાવી અને કહ્યું કે ‘આ ભવ્ય મંદિર 140 કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. રામ મંદિરમાં ફરકતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના દ્રષ્ટિકોણનું પણ પ્રતીક છે. ભગવાન રામનું પવિત્ર શહેર એક નવા યુગમાં પ્રવેશ્યું છે. અયોધ્યા ધામમાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.’
#WATCH अयोध्या, उत्तर प्रदेश: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "भगवान राम का यह भव्य मंदिर 140 करोड़ भारतीयों की आस्था, सम्मान और आत्म गौरव का प्रतीक है… श्री राम जन्मभूमि मंदिर पर लहराता यह केसरिया ध्वज धर्म, मर्यादा, सत्य, न्याय और राष्ट्र धर्म का प्रतीक… pic.twitter.com/V7HLtFRMno
— ANI_HindiNews (@AHindinews) November 25, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel