અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ખાતે ટેન્ટ સિટી ઈન્દ્રપ્રસ્થ નગરના મદનદાસ દેવી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અમિત શાહે વિદ્યાર્થી પરિષદના થીમ ગીત અને રાષ્ટ્રીય ચેતના આધારિત 5 પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું.
ABVP ના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના દરેક જિલ્લા અને યુનિવર્સિટી-કોલેજ કેમ્પસમાંથી દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ મહાકુંભનો ભાગ બનવા દિલ્હીના બુરાડીમાં DDA મેદાન પહોંચ્યા છે. આ અધિવેશનમાં સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા પર આધારિત 8 થીમ સાથેનું વિશાળ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય સ્વતંત્રતા આંદોલન, રાષ્ટ્રીય એકતા, વિદ્યાર્થી પરિષદની 75 વર્ષની ઐતિહાસિક યાત્રા દર્શાવવામાં આવી છે, આ પ્રદર્શની પરિષદના સ્થાપક સભ્ય અને સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. દત્તાજી ડીડોલકરના નામે સમર્પિત કરવામાં આવી છે. અધિવેશન માટે 52 એકરમાં ફેલાયેલા વિશાળ પરિસરમાં ઐતિહાસિક ઈન્દ્રપ્રસ્થ સિટીના રૂપમાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જ્યાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા વિદ્યાર્થીઓ 4 દિવસ રોકાશે.
આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ પણ છે. આ પ્રસંગે ABVP દ્વારા 28મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાથી હિંદવી સ્વરાજ્ય યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી, જે દેશના 75 જિલ્લામાંથી પસાર થશે અને અલગ-અલગ જગ્યાએથી માટી એકત્ર કરીને 7મી ડિસેમ્બર એ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશનમાં સમાપ્ત થશે. અધિવેશનમાં કીર્તિમાન સ્થાપિત કરતા ધ્વજારોહણ ઉપરાંત 8500 વિદ્યાર્થીઓ અને 150 વિકલાંગ વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે વંદે માતરમ્ ગાયન કરવામાં આવ્યું હતું. સંઘર્ષમય સંજોગોમાં સ્થાપિત અને કાર્યરત અભાવિપનું આજનું વિશ્વવ્યાપી સ્વરૂપ, તેના 75 વર્ષના આ જ સંઘર્ષની તપસ્યાનું પરિણામ છે. આજે, 50,65,264 સક્રિય સદસ્યતા સાથે, આજ તેનું અસ્તિત્વ ભારતના દરેક શૈક્ષણિક કેમ્પસમાં છે અને સામાજિક, પર્યાવરણીય, સેવા, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પણ અસરકારક રીતે સમાધાનના વિકલ્પો આપીને કાર્ય કરી રહ્યું છે.
અભાવિપના અમૃત મહોત્સવ વર્ષના 69માં રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે મને ચાર દાયકા પહેલાનો એ સમય યાદ છે જ્યારે હું કાર્યકર્તા તરીકે પાછળની હરોળમાં બેસતો હતો. ચીન યુદ્ધ પછી ઉત્તર-પૂર્વને દેશ સાથે જોડવામાં પરિષદની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મને ગર્વ છે કે હું વિદ્યાર્થી પરિષદની એક ઓર્ગેનિક પ્રોડક્ટ છું… અમિત શાહે કહ્યું કે ABVP એ મૂર્તિ છે જેને યશવંતરાવ કેલકર, મદનદાસ દેવી, દત્તાજી ડીડોલકર જેવા ઘણા મહાન શિલ્પીઓએ 75 વર્ષની આ યાત્રામાં ઘડી છે. ભાષા અને શિક્ષણનું આંદોલન હોય કે સંસ્કૃતિની જાળવણી હોય, દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થી પરિષદે યુવાનોના માધ્યમથી સમાજને ‘સ્વ’નું મહત્વ સમજાવ્યું છે.
વિશ્વમાં ભારતની વધતી જતી પ્રતિષ્ઠાના સંદર્ભમાં તેમણે કહ્યું કે આ સમય દેશ માટે જીવવાનો છે, યુવા ભારતે પોતાનું જીવન ભારત માતાને સમર્પિત કરવાના સંકલ્પ લઈને આ અધિવેશનમાંથી લઈને જઈએ અને સમાજને પણ આ દિશામાં એકજૂટ કરે.
અભાવિપના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજશરણ શાહીએ જણાવ્યું હતું કે, ધ્યેયની નિષ્ઠા, સ્થાનની પવિત્રતા અને સમયની અનુરૂપતા પર આયોજિત આ અધિવેશન પરિષદના કાર્યકર્તાઓ માટે એક મહાયજ્ઞ છે. અભાવિપ સમય સાથે તેની ધ્યેય યાત્રાને સતત આગળ ધપાવી રહી છે. 75 વર્ષની ભવ્ય યાત્રામાં વિદ્યાર્થી પરિષદે માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ તેના ઉકેલો પણ રજૂ કર્યા છે અને ભારતના યુવાનોને ભારતના વાસ્તવિક ઈતિહાસથી પરિચિત કરાવવાનું કામ કર્યું છે.
અભાવિપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લાએ જણાવ્યું હતું કે અભાવિપ એ સકારાત્મક પરિવર્તન લાવવાનું આંદોલન છે. વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણની તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં મિશન સાહસી શરૂ કર્યું. ABVP એ તેની મક્કમતા, ત્યાગ અને બલિદાનને કારણે ઘણા મુદ્દાઓ પર આંદોલનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે, આજે તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે. વિદ્યાર્થી પરિષદે 50 લાખ સદસ્યતાનો આંકડો પાર કર્યો છે, આ છાત્ર સંગઠનનાં સ્વરૂપે પરિષદના નેતૃત્વમાં યુવાનો માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશનના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી સુરેશ સોની, સહ સરકાર્યવાહ શ્રી મુકુંદ સી.આર, અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ શ્રી રામલાલ, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજશરણ શાહી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષ ચૌહાણ, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી પ્રફુલ્લ આકાંત, રાષ્ટ્રીય અધિવેશનના સ્વાગત સમિતિના અધ્યક્ષ નિર્મલ મિંડા, સ્વાગત સમિતિના મહાસચિવ શ્રી આશિષ સૂદ, અભાવિપ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. અભિષેક ટંડન, પ્રદેશ મંત્રી શ્રી હર્ષ અત્રીજી ઉપસ્થિત રહ્યાં.