લોકસભામાં આજે વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ સત્ર યોજાયું, જેમાં 10 કલાકની ચર્ચા માટે સમય ફાળવાયો હતો. સત્ર દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ સંબોધન કર્યું અને વંદે માતરમનાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે વંદે માતરમ્ સ્વયં પૂર્ણ ગીત છે, પરંતુ ઇતિહાસમાં અનેક પ્રસંગોએ તેને અપૂર્ણ બનાવવા અથવા તેનું માન ઓછું કરવાનો પ્રયાસ થયો હતો. ખાસ કરીને, તેમણે કોંગ્રેસ પર આ ગીતને “ખંડિત કરવાનો નિર્ણય” લીધાનો આક્ષેપ કર્યો.
રાજનાથ સિંહે યાદ અપાવ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન વંદે માતરમ્ જન આંદોલનોનું મુખ્ય પ્રેરણાસ્ત્રોત હતું. બંગાળના ભાગલા સામે પ્રદર્શન દરમ્યાન આ ગીત લોકોનાં હોઠ પર સતત ગુંજતું રહ્યું. બ્રિટિશ સરકારે તેની અસર ઘટાડવા માટે પરિપત્રો જારી કર્યા, જાહેર સ્થળોએ ગાવા પર મર્યાદા મૂકી, છતાં પણ તેઓ જનચેતનામાંથી આ રાષ્ટ્રગીતને દૂર કરી શક્યા નહોતાં.
वंदे मातरम् के 150 वर्ष पूरे होने पर लोकसभा में आयोजित विशेष चर्चा में संबोधन। https://t.co/4OsLNUmnPK
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2025
તેમણે જણાવ્યું કે તે સમયમાં રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે ખાસ ‘વંદે માતરમ્ સમિતિ’ની રચના કરવામાં આવી હતી. 1906માં જ્યારે ભારતનો પહેલો રાષ્ટ્રીય ધ્વજ તૈયાર થયો, ત્યારે તેની મધ્યમાં “વંદે માતરમ્” લખેલું હતું. ઉપરાંત, વંદે માતરમ નામથી એક અખબાર પણ બહાર પડતું હતું, જે સ્વતંત્રતા સંગ્રામીઓને પ્રેરણા આપતું હતું.
રાજનાથ સિંહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે બ્રિટિશઓએ જ્યારે વંદે માતરમ્ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પણ દેશભક્તોએ તેનો વિરોધ કર્યો, પરંતુ ત્યારબાદ કોંગ્રેસે પોતે જ સમજૂતી કરી અને ગીતને ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું. તેમના કહેવાપ્રમાણે, કોંગ્રેસે રાજકીય દબાણમાં આવીને વંદે માતરમનો સ્વરૂપ બદલાવ્યું અને તેને સંપૂર્ણ રૂપે સ્વીકાર્યું નહીં.
આ સમગ્ર સંબોધનમાં રક્ષામંત્રીએ વંદે માતરમ્ ને માત્ર ગીત નહીં પરંતુ રાષ્ટ્રીય જાગૃતિનું પ્રતીક અને સ્વતંત્રતા સંગ્રામની આત્મા તરીકે વર્ણવ્યું, તથા દેશવાસીઓને તેની ઐતિહાસિક મહત્તા યાદ રાખવાનું આહ્વાન કર્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel