વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર, 2025ના રોજ આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1937માં વંદે માતરમ ગીતને તોડી-મરોડીને રજૂ કરવાથી દેશના ભાગલાના બીજ વાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીનું આ ગીત રાષ્ટ્રની એકતાનું પ્રતિક હતું, પરંતુ તેને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવાનું અને તેના ભાગો દૂર કરવાનું એક ઐતિહાસિક ભૂલ સાબિત થઈ. મોદીએ કહ્યું, “વંદે માતરમ માત્ર એક ગીત નહોતું, તે રાષ્ટ્ર-નિર્માણનો મહામંત્ર હતો. પરંતુ 1937માં તેની આત્માનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો. આ વિભાજન એ સમયના ભાગલાવાદી વિચારોને બળ આપતું સાબિત થયું.”
#WATCH | Delhi | At the event commemoration 150 years of National Song 'Vande Mataram' PM Modi says, "… Unfortunately, in 1937, important stanzas were removed from the original Vande Bharat song. Vande Bharat was broken into pieces. This also sowed the seeds of partition… Why… pic.twitter.com/IKjWfFP98d
— ANI (@ANI) November 7, 2025
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે આજની પેઢીએ આ ઐતિહાસિક ઘટનાની પાછળના સત્યને જાણવું જરૂરી છે, કારણ કે દેશ આજે પણ ભાગલાવાદી વિચારસરણીના પડકારોનો સામનો કરી રહ્યો છે. “જે લોકો રાષ્ટ્રને માત્ર ભૂગોળીય અસ્તિત્વ માને છે, તેઓ માટે રાષ્ટ્રને ‘મા’ તરીકે માનવાનો વિચાર અચંબિત કરી શકે છે. પરંતુ ભારત માટે રાષ્ટ્ર ‘જનની’ પણ છે અને ‘પાલનપોષણ કરનારી’ પણ છે. જો સંતાન સંકટમાં હોય, તો મા ‘સંહારક શક્તિ’ સ્વરૂપે પણ અવતરિત થાય છે,” એમ મોદીએ જણાવ્યું.
150 years of Vande Mataram — a song that awakened India’s soul and continues to inspire generations! 🇮🇳
To mark this momentous occasion, Prime Minister Shri Narendra Modi will join a special programme in New Delhi at 9:30 AM, where a commemorative stamp and coin will be… pic.twitter.com/z04CDCvSZy
— Ministry of Health (@MoHFW_INDIA) November 7, 2025
મોદીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875માં લખાયેલ ‘બંગ દર્શન’માં પ્રકાશિત થયેલ વંદે માતરમની વાત કરતાં કહ્યું કે શરૂઆતમાં કેટલાક લોકોએ તેને ફક્ત એક કવિતા અથવા ગીત તરીકે લીધું, પરંતુ ટૂંક સમયમાં તે ભારતના સ્વતંત્રતા સંગ્રામનો પ્રેરણાસ્રોત બની ગયું. દરેક ક્રાંતિકારીના મોઢે આ જ ગીત ગુંજતું હતું, અને તેણે સમગ્ર રાષ્ટ્રને એક અદૃશ્ય શક્તિથી જોડ્યું હતું.
આ પ્રસંગે ભાજપના નેતા અમિત માલવિયાએ પણ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રજૂ કરતાં પંડિત જવાહરલાલ નેહરુ અને 1937ના કોંગ્રેસ ફૈજપુર અધિવેશનનો ઉલ્લેખ કર્યો. માલવિયાએ જણાવ્યું કે નેહરુના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે વંદે માતરમના પૂર્ણ સંસ્કરણને ધર્મના આધારે વિભાજિત કરીને તેનો ટુકડો કરેલો સંસ્કરણ પક્ષનું રાષ્ટ્રગીત બનાવ્યું. તેમણે દાવો કર્યો કે 1 સપ્ટેમ્બર, 1937ના નેહરુના પત્રમાં સ્પષ્ટ લખેલું હતું કે વંદે માતરમમાં દેવી દુર્ગાના ઉલ્લેખને કારણે તે રાષ્ટ્રગીત તરીકે યોગ્ય નથી.
માલવિયાએ વધુમાં કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન વંદે માતરમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, કારણ કે તે લોકોમાં સ્વતંત્રતાની ભાવના જગાવી રહ્યું હતું. “આ ગીતનો કોઈ ધર્મ કે ભાષા સાથે સંબંધ નહોતો, પરંતુ કોંગ્રેસે તેને ધાર્મિક રંગ આપી ઐતિહાસિક પાપ કર્યું,” એમ તેમણે જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ વંદે માતરમના પૂર્ણ સંસ્કરણના સમર્થક હતા, પરંતુ 20 ઑક્ટોબર, 1937ના નેહરુએ તેમને પત્ર લખીને કહ્યું હતું કે ગીતની પૃષ્ઠભૂમિ મુસ્લિમ સમુદાયને નારાજ કરી શકે છે.
આ પંક્તિઓને દૂર કરવામાં આવી
કોટિ-કોટિ-કંથ-કલ-કલ-નિનાદ-કરાલે
ન બોલે મા તુમિ અબલે
બહુબલધારિળીં નામામિ તારિણીમ
રિપુદલવારિણીમ માતરમ્
વંદે માતરમ્
તુમિ વિદ્યા, તુમિ ધર્મ તુમિ ર્હદિ, તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે બાહુતે તુમિ મા શક્તિ
હૃદયે તુમિ મા ભક્તિ, તોમારઈ પ્રતિમા ગડિ મન્દિરે-મન્દિરે
વંદે માતરમ્
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલવિહારિણી
વાણી વિદ્યાદાયિની નામામિ ત્વામ્
નમામિ કમલામ
અમલામ અતુલામ
સુજલાં સુફલાં માતરમ્
વંદે માતરમ્
વર્તમાન રાષ્ટ્રગીત
વંદે માતરમ્, વંદે માતરમ્!
સુજલામ, સુફલામ, મલયજ શીતલમ,
સસ્યશ્યામલામ, માતરમ્!
વંદે માતરમ્!
શુભ્રજ્યોત્સનામ પુલકિત્યામિનિમ
ફુલકુમસુમિત દ્રુમદલ શોભિનિમ
સુહાસિનિમ, સુમધુર ભાષિણીમ,
સુખદામ વરદામ, માતરમ્!
વંદે માતરમ, વંદે માતરમ્ ॥
રાષ્ટ્રને મા માનનારાનો વિચાર વિચલિત થઈ શકેઃ પીએમ મોદી
વંદે માતરમની રાષ્ટ્રગીત તરીકેની યાત્રા યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો રાષ્ટ્રને ભૂ-રાજકીય અસ્તિત્વ માને છે, તેમના માટે રાષ્ટ્રને માતા માનવાનો વિચાર આશ્ચર્યજનક હોઈ શકે છે. પરંતુ ભારત અલગ છે. ભારતમાં મા જનની અને પાલનપોષણ કરનારી બંને છે. અને જો કોઈ બાળક સંકટનો સામનો કરે છે, તો મા “સંહાર” કરનારી પણ છે.
#WATCH | Delhi | At the event commemoration 150 years of National Song 'Vande Mataram' PM Modi says, "…Our Vedas have taught us that the nation is our mother and we are her children… We have worshipped our nation in this form since the Vedic period… The emotion that a… pic.twitter.com/G63m3PKk0b
— ANI (@ANI) November 7, 2025
આગળ પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે બંકિમ બાબુએ 1875માં ‘બંગ દર્શન’ માં ‘વંદે માતરમ્’ પ્રકાશિત કર્યું, ત્યારે કેટલાક લોકોએ તેને ફક્ત એક ગીત માન્યું. પરંતુ ટૂંક સમયમાં, ‘વંદે માતરમ્’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અવાજ બની ગયો. એક એવો અવાજ જે દરેક ક્રાંતિકારીના મોઢે હતો, જે દરેક ભારતીયની લાગણીઓને વ્યક્ત કરી રહ્યો હતો.
મોદીએ અંતમાં કહ્યું કે ‘વંદે માતરમ’ આપણા રાષ્ટ્રની આત્માનો પ્રતિબિંબ છે — તે મા અને રાષ્ટ્ર વચ્ચેના અવિભાજ્ય સંબંધનું પ્રતિક છે. તેમણે ઉમેર્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આ ગીતના ઐતિહાસિક અર્થ અને સંદેશાને ફરીથી સમજીએ અને ભાગલાવાદી માનસિકતાથી પર જઈને રાષ્ટ્રની એકતા અને માતૃભૂમિ માટેના અખંડ સમર્પણને યાદ કરીએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel