બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમાં આગજની, ગોળીબાર, અથડામણો અને પોલીસ સાથેના સંઘર્ષોની ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધી બે લોકોના મોત નીકળી ચૂક્યા છે અને ડઝનોથી વધુ લોકો ઘાયલ થયા છે. બરીસાલમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવ્યા બાદ કેટલાક લોકો મીઠાઈ વહેંચી રહ્યા હતા ત્યારે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. ઢાકાના પલાબી વિસ્તારમાં જુબો દળના એક સ્થાનિક નેતાની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી, જેને કારણે તણાવ વધુ વધી ગયો.
🚨 Bangladesh in Turmoil
Violence erupts across Bangladesh after the verdict against PM Sheikh Hasina. Clashes reported between Yunus-backed forces and pro-democracy youth, including in Dhaka.
Reports suggest 50+ killed, details remain limited.#Bangladesh #Dhaka… pic.twitter.com/OuScpVoR1i
— The Alternate Media (@AlternateMediaX) November 17, 2025
દેશભરમાં સુરક્ષા દળો પર પણ હુમલાઓ થઈ રહ્યા છે. ગોપાલગંજ જિલ્લાના કોટલીપારા પોલીસ સ્ટેશન પાસે દેશી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા. ઢાકામાં પ્રદર્શનકારીઓએ બે બુલડોઝર લઈને શેખ મુજીબુર્રહમાનના ઐતિહાસિક નિવાસ ‘ધાનમંડી 32’ ને તોડી પાડવાનો પ્રયાસ કર્યો, જેને પોલીસએ લાઠીચાર્જ અને ટીયરગેસના સહારે નિષ્ફળ બનાવ્યો. સતત પથ્થરમારો અને પોલીસ કાર્યવાહીથી શહેરમાં અશાંતિનું વાતાવરણ છે.
શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુના—ખાસ કરીને 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો દરમિયાન ‘ક્રૂર દમન’—ના આરોપમાં સજા સંભળાવવામાં આવી છે. આ પ્રદર્શનોમાં સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ 1,400 લોકોના મોત થયા હતા, જેને 1971ના સ્વતંત્રતા યુદ્ધ બાદની સૌથી મોટી રાજકીય હિંસા માનવામાં આવે છે. હસીના ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશ છોડીને દિલ્હી નિર્વાસનમાં રહેવામાં આવી રહી છે અને તેઓ આ કેસને રાજકીય બદલો ગણાવે છે.
🚨 Situation out of control in Bangladesh's capital, Dhaka 💥💥
Protests, violence, and gunfire are rocking many parts of the capital. pic.twitter.com/0XgAq0eF1u
— Vibhu (@vibhu_____) November 17, 2025
આ ઘટનાને પગલે અવામી લીગએ દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે, જેના કારણે સુરક્ષા દળોને વ્યાપક તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે, નવી યુનુસ સરકારની સાયબર એજન્સીએ મીડિયા સંસ્થાઓને ચેતવણી આપી છે કે તેઓ સજા પામેલા આરોપી શેખ હસીનાના કોઈ પણ નિવેદનનું પ્રસારણ ન કરે, કારણ કે તે હિંસા અને અરાજકતા વધારી શકે છે. ઢાકામાં ખાસ કરીને ધાનમંડી વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે કાયદા અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા લોકોને કોઈ પણ રીતે બર્દાસ્ત કરવામાં નહીં આવે.
એકંદરે, બાંગ્લાદેશ હાલમાં ગંભીર રાજકીય સંકટ, હિંસા અને તણાવના ભયંકર ચક્રમાં ફસાઈ ગયો છે, જેના આગામી દિવસોમાં વધુ ઊગ્ર સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel