14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી પતંગોત્સવની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર લોકોએ ઘરની છત પર ચડીને પતંગો ચગાવ્યા હતા. જોકે, આ ઉત્સવ દરમિયાન પતંગની દોરીના કારણે અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થવાના કિસ્સા સામે આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દર વર્ષે જેમ આ વર્ષે પણ “કરુણા અભિયાન” હેઠળ અબોલ પક્ષીઓના વ્હારે આવી હતી અને જીવદયાની અનોખી પહેલને વધુ મજબૂત બનાવી હતી.
કરુણા અભિયાન – રાજ્ય સરકારની જીવદયા માટેની અનોખી પહેલ !
ઘાયલ પક્ષીઓને નવજીવન આપતા કરુણા અભિયાન અંતર્ગત વર્ષ – ૨૦૨૬ માં તા.૧૪ જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં કુલ ૫૪૩૯ પક્ષીઓની સારવાર કરીને તેમાંથી કુલ ૪૯૩૭ એટલે કે લગભગ ૯૧% પક્ષીઓને બચાવવામાં આવ્યા છે.
Karuna Abhiyan – a unique…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 15, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરુણા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2026માં 14 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાંથી સારવાર માટે લાવવામાં આવેલા કુલ 5,439 ઘાયલ પક્ષીઓમાંથી 4,937 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે, જે આશરે 91 ટકા સફળતા દર્શાવે છે. તેમણે આ અભિયાનને રાજ્ય સરકારની જીવદયાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. નોંધનીય છે કે આ કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને તે 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન દોરીથી ઇજાગ્રસ્ત થનારા અબોલ પક્ષીઓને સમયસર, યોગ્ય અને ઉચ્ચ સ્તરની સારવાર આપી કોઈપણ ભોગે તેમનું જીવન બચાવવાનો છે.
આનંદ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણ નિમિત્તે અબોલ પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવીએ.
👉 પક્ષીઓ માટે જીવલેણ ચાઈનીઝ માંજા અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ગેરકાયદેસર છે, તેનો બહિષ્કાર કરો.
👉 સવારે ૯:૦૦ પહેલા અને સાંજે ૫:૦૦ પછી પતંગ ન ચગાવો.
👉 ઘાયલ પક્ષી દેખાય તો તરત જ વન વિભાગ કે… pic.twitter.com/thqyGEBj3l
— GujaratForestDept (@GujForestDept) January 14, 2026
ઉત્તરાયણ દરમિયાન ઝાડ પર ફસાયેલેલી દોરી અથવા દોરીના ગૂંચમાં ફસાઈ જવાથી પક્ષીઓને ગંભીર ઇજા થતી હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યભરમાં કરુણા અભિયાન અંતર્ગત વિશેષ સેન્ટરો શરૂ કર્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓને લાવવામાં આવે છે અને નિષ્ણાત વેટરનરી ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરીમાં વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓએ એકસાથે મળીને સેવા આપી છે.
અબોલ પક્ષીઓ માટે કરુણા અને સુરક્ષાનો સંકલ્પ, કરુણા અભિયાન🕊️
આનંદ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણ નિમિત્તે અબોલ પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યવ્યાપી 'કરુણા અભિયાન' ચલાવવામાં આવે છે, ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી… pic.twitter.com/hvIm3WWkva
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 13, 2026
આ અભિયાનની ગંભીરતા અને વ્યાપકતાને દર્શાવતા આંકડાઓ પણ નોંધપાત્ર છે. રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટરો, 60થી વધુ કંટ્રોલ રૂમ્સ અને 450થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત રાખવામાં આવ્યા છે. ઉપરાંત, 650થી વધુ વેટરનરી ડોક્ટરો અને 8,000થી વધુ કર્મચારીઓ તથા સ્વયંસેવકો ખડેપગે રહી અબોલ જીવોની સેવા કરી રહ્યા છે. ઘાયલ પક્ષીઓની તાત્કાલિક મદદ માટે 1962 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈને કરુણા અભિયાન હેઠળ ચાલી રહેલી અબોલ જીવોની સેવાના યજ્ઞનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર અભિયાનથી સ્પષ્ટ થાય છે કે ઉત્તરાયણ જેવા ઉત્સવની ઉજવણી સાથે સાથે ગુજરાત સરકાર અબોલ જીવોના રક્ષણ અને જીવદયાને પણ સમાન મહત્વ આપી રહી છે, અને આ પ્રયાસોથી હજારો પક્ષીઓને નવું જીવન મળ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel