મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી તબક્કાવાર ઇઝરાયલમાં સ્થળાંતરિત કરાશે. 2023 સુધી સંપૂર્ણ ઘર વાપસીનો લક્ષ્યાંક છે. મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા, ધાર્મિક ઓળખ અને સુરક્ષાની ચિંતાઓએ આ સ્થળાંતરને વેગ આપ્યો છે.
ઉત્તરપૂર્વીય ભારતના પહાડી વિસ્તારોમાં સ્થાયી થયેલા બ્નેઈ મેનાશે સમુદાય પોતાનો સામાન બચાવી રહ્યા છે. આ સમુદાય પોતાને બાઈબલના ‘દસ ખોવાયેલી જાતિઓમાંથી એક મેનાશેના વંશજ માને છે. 2,700 વર્ષ પહેલાં અસિરિયન દેશનિકાલ પછી તેઓ પૂર્વ તરફ ગયા અને ઉત્તરપૂર્વ ભારતમાં સ્થાયી થયા. હવે ઇઝરાયલી સરકારની નવી યોજના ઘરવાપસીને વેગ આપી રહી છે.
લૉ ઓફ રિટર્ન: ભારત અને ઇઝરાયલ વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય કરાર નથી પરંતુ ઇઝરાયલના પરત ફરવાના કાયદા હેઠળ આ શક્ય છે. ભારત સરકારે અનૌપચારિક રીતે સંકલન કર્યું છે. જોકે, બંને દેશોના વિદેશ મંત્રાલયો આ નિર્ણય પ્રત્યે સકારાત્મક વલણ વ્યક્ત કરી રહ્યા છે. બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઇઝરાયલમાં પરિવાર, નોકરી, છોડીને જતા લોકો માટે આશા
વિદાય લેતા સભ્યોએ સુરક્ષાનો અભાવ વ્યક્ત કર્યો અને ઇઝરાયલમાં શાંતિ અને સુલેહની આશા વ્યક્ત કરી. મિઝોરમના સમુદાયના લીડર જેરેમિયા એલ. હ્રામતે કહ્યું, અમે ‘વચન આપેલી ભૂમિ પર પાછા ફરી રહ્યા છીએ. એક યુવાન સભ્યએ કહ્યું. “અહીં કોઈ સુરક્ષા નથી: ઇઝરાયલમાં પરિવાર મિલન, નોકરી, રહેઠાણ, મળશે.
સપનું પૂર્ણ થયું..આકરી મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવું છું
ઇઝરાયલમાં વસેલા હનોચ હાઓકિપે (2013માં ગયા) કહ્યું મુશ્કેલી હતી. ભાષા અને સંસ્કૃતિની પણ હવે બધું બરાબર છે. બાળકો યહૂદી શાળામાં અભ્યાસ કરે છે અમારું સપનું સાકાર થયું છે ઘણા સભ્યો ગલીલમાં સ્થાયી થયા છે તેમના પરિવારોનું પાલન-પોષણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ઘણાએ ઇઝરાયલી સેનામાં સેવા આપી છે, જેના કારણે તેઓ મિત્રો બન્યા અને ર એકીકરણ સરળ બન્યું. હવે મોટાભાગના લોકો પાસે નોકરીઓ છે. બાળકો શાળાએ જાય છે, અને પરિવારો ખુશ છે.
ઇઝરાયલના મૂળ, વંશીય હિંસા અને ભૂ-રાજકીય વ્યૂહરચના
બ્નેઈ મેનાશે સમુદાય 1950ના દાયકાથી યહૂદી પરંપરાઓનું પાલન કરી રહ્યો છે, અને 2005માં ઇઝરાયલના ચીફ રબ્બીએ તેને માન્યતા આપી હતી. ઇઝરાયલ આને ધાર્મિક પુનઃમિલન સાથે એક વ્યૂહાત્મક પગલું માને છે. કારણ કે ગલીલ ક્ષેત્રમાં તેમના વસાહતથી ઉત્તરીય સરહદ મજબૂત થશે. બ્નેઈમેનાર્શને તેમની શ્રદ્ધા, સુરક્ષા અને લશ્કરી યોગદાનની સંભાવનાને કારણે પ્રાથમિકતા અપાઈ છે.
અગાઉ ઇઝરાયલમાં 1950ના દાયકામાં યહૂદી મૂળની શોધ શરૂ થઈ અને 2005માં ઇઝરાયલના ચીફ રબ્બી શ્લોમો અમરે સમુદાયને ધાર્મિક માન્યતા આપી હતી. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ તેને એક જરૂરી જિયોનિસ્ટ નિર્ણય ગણાવ્યો હતો.
મણિપુરના ચુરાચંદપુર,મિઝોરમના આઈઝોલમાં મુખ્યત્વે સ્થાયી થયા
ભારતમાં કુલ બ્નેઈ મેનાશે વસ્તી એક સમયે આશરે 10,000થી 12,000 હતી પરંતુ હવે મણિપુરમાં આશરે 4,000 અને મિઝોરમમાં આશરે 1,800 છે. મુખ્યત્વે ચુરાચંદપુર (મણિપુર) અને આઇઝોલ (મિઝોરમ)માં. ઘર વાપસીના પ્રથમ તબક્કામાં સમુદાયના 1,200 સભ્યોને 2026 સુધીમાં ઇઝરાયલ મોકલાશે.
પ્રક્રિયા પછી અત્યાર સુધીમાં આશરે 5 હજાર લોકો ઇઝરાયલ પહોંચ્યા
અત્યાર સુધીમાં આશરે 5,000 લોકો ઇઝરાયલ પહોંચ્યા છે. જ્યૂઇશ એજન્સી ફોર ઇઝરાયલ સ્ક્રીનિંગ કરે છે રબ્બી પેનલ ઇન્ટરવ્યુ લે છે. ત્યારબાદ ફ્લાઇટ્સ, હિબ્રુ તાલીમ અને ઔપચારિક ધર્મ પરિવર્તનનું આયોજન કરે છે. ડિસેમ્બર 2025માં નવ રબ્બીની એક ટીમ આઇઝોલ પહોંચી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel