વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વીજળી, માર્ગ, રેલવે અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે, જે બિહારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનજીવનને એક નવી દિશા આપશે. કાર્યક્રમ દરમ્યાન પીએમ મોદીએ બે નવી ટ્રેનોને લીલી ઝંડી પણ બતાવી, જેથી બિહારના પરિવહન ક્ષેત્રમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ પ્રસંગે હાજરી આપી હતી અને જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ આ યોજનાઓ રાજ્યના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
#WATCH | Gaya Ji, Bihar | PM Narendra Modi symbolically hands over keys to a few beneficiaries as part of the Grih Pravesh ceremony of 12,000 rural beneficiaries under PMAY-Gramin and 4,260 beneficiaries under PMAY-Urban.
Source: DD pic.twitter.com/GaefIbH7nd
— ANI (@ANI) August 22, 2025
જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ લોકસભામાં રજૂ થયેલા નેતા અને મંત્રીઓની ધરપકડ સંબંધિત બિલ પર પણ આક્રમક અંદાજમાં પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે અને એ માટે કડક કાયદો લાવી રહી છે. આ કાયદા અનુસાર, જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થાય અને 30 દિવસની અંદર જામીન ન મળે, તો 31માં દિવસે તેને પોતાની ખુરશી છોડવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે આ કાયદામાં તમામ જનપ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા છે, જેથી કોઈને પણ વિશેષ છૂટછાટ ન રહે.
#WATCH | Gaya Ji, Bihar | PM Narendra Modi lays the foundation stone and inaugurates multiple development projects worth around Rs 13,000 crores for multiple sectors: Power, Road, Health, Urban Development and Water Supply.
Source: DD pic.twitter.com/cgmpGJEjc8
— ANI (@ANI) August 22, 2025
મોદીએ આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે આ પક્ષો કાયદાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમના ઘણા નેતાઓ જામીન પર બહાર છે અને કેટલાક કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. તેમણે તીખા શબ્દોમાં કહ્યું, “જેને પાપ કર્યું છે તે જ પોતાના પાપ છુપાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમને ખબર છે કે જેલમાં ગયા તો તેમના રાજકીય સપના તૂટી જશે.” મોદીએ વધુમાં જણાવ્યું કે રાજેન્દ્રબાબુ અને બાબાસાહેબ આંબેડકરે ક્યારેય કલ્પના પણ ન કરી હશે કે સત્તાની લાલચમાં રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરશે અને જેલમાં જઈને પણ શાસન કરવાનો પ્રયાસ કરશે.
#WATCH | PM Narendra Modi says, "RJD, Congress, and Left parties are opposing this law. They are very angry. Who doesn't know what they are afraid of?… They think that if they go to jail, all their dreams will be shattered… They are so rattled that they are opposing a law… https://t.co/oeY3q6X9il pic.twitter.com/kxQfXgJ8Ow
— ANI (@ANI) August 22, 2025
તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે ભ્રષ્ટાચારીઓને ફક્ત જેલ જ નહીં, પણ ખુરશી પણ છોડવી પડશે. આ સંકલ્પ માત્ર તેમની સરકારનો નથી, પરંતુ સમગ્ર દેશવાસીઓનો છે. મોદીના આ નિવેદનથી સ્પષ્ટ સંદેશ ગયો કે ભ્રષ્ટાચાર સામે તેમની સરકાર કોઈપણ સમજૂતી નહીં કરે અને પારદર્શિતા જ લોકશાહીની સાચી શક્તિ છે.
આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતે બિહારને વિકાસના પ્રોજેક્ટોની ભેટ આપવાની સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક સંકલ્પનો મજબૂત સંદેશ પણ આપ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel