ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્કૃતિ, ધર્મનિષ્ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્કરી દૃષ્ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્યમ દ્વારા ભારતીય સેનાઓએ વિશ્વને પોતાનું સામર્થ્ય બતાવ્યું છે, તેમ છતાં દેશ સામેના પડકારો ઓછા થઈ રહ્યા નથી. ભારત જેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, તેટલી જ ઝડપથી બાહ્ય અને આંતરિક શત્રુઓના પડકારો પણ વિકરાળ બની રહ્યા છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા બૉંબ વિસ્ફોટની ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રની એકતા, સુરક્ષા અને સાંસ્કૃતિક ચેતનાને નબળી પાડનારાઓથી સાવધ રહેવું અત્યંત આવશ્યક છે. આવા સમયે, ભારતનો પોકળ સેક્યુલરવાદ અને વોટ-બેંકની રાજનીતિ માટે કરવામાં આવતું તુષ્ટિકરણ દેશને વધુ નબળો બનાવશે. તેથી ભારતનું ફરીથી વિશ્વકલ્યાણકારી ‘સનાતન રાષ્ટ્ર’ તરીકે ઊભું થવું સમયની માંગ બની ગયું છે.
આ જ ઉદ્દેશથી ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ની પ્રસ્તુતિ અને ‘સનાતન સંસ્થા’ના આયોજનમાં ‘શંખનાદ મહોત્સવ’ 13 અને 14 ડિસેમ્બર 2025ના દિવસે નવી દિલ્હી સ્થિત ‘ભારત મંડપમ્’ (ઇંદ્રપ્રસ્થ) ખાતે આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અધ્યાત્મનો તેજસ્વી પ્રસાર કરનારી ‘સનાતન સંસ્થા’ની રજત જયંતી વર્ષનો પણ વિશેષ અવસર છે.
નવી દિલ્હીમાં આ આયોજન થવું એ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે દિલ્હી માત્ર ભારતની રાજધાની નથી, પરંતુ રાજકીય, વહીવટી અને સામાજિક નિર્ણયોનું કેંદ્ર છે. અહીંથી પ્રસારિત થનારો સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ સમગ્ર રાષ્ટ્રમાં પ્રભાવશાળી પડઘો ઉત્પન્ન કરશે. તેનું પરિણામ રાષ્ટ્રીય એકતા, શૌર્ય, અને નાગરિક ચેતનાની પ્રબળતાના રૂપમાં સામે આવશે. આ મહોત્સવ માત્ર ધર્મનિષ્ઠ જીવનમૂલ્યોનો ઉત્સવ જ નહીં, પરંતુ તાજેતરની આતંકવાદી ઘટનાઓના પરિપ્રેક્ષણમાં સમાજને સજાગતા અને સામૂહિક સુરક્ષાનો સંદેશ પણ આપશે.
મુખ્ય આયોજન અને પ્રદર્શન : મુખ્ય કાર્યક્રમ 13 અને 14 ડિસેમ્બરના દિવસે ભારત મંડપમ્ના મુખ્ય કન્વેન્શન સભાગૃહમાં આયોજિત થશે, જેમાં ‘સનાતન સંસ્કૃતિ સંવાદ’ હેઠળ સાંસ્કૃતિક, સામાજિક, અને રક્ષણાત્મક વિવિધ પરિમાણો પર ચર્ચા થશે. ‘એક્ઝિબિશન હોલ 12-એ’માં 13 થી 15 ડિસેમ્બર સુધી ઇતિહાસકાલીન શસ્ત્રપ્રદર્શન અને સંસ્કૃતિ પ્રદર્શનનું આયોજન થશે. આ પ્રદર્શનમાં પહેલીવાર છત્રપતિ શિવાજી મહારાજની ‘ભવાની તલવાર’નું પ્રત્યક્ષ દર્શન ઉપલબ્ધ થશે. આ સાથે પારંપરિક યુદ્ધકળાના જીવંત પ્રાત્યક્ષિક આ સમારોહનું મુખ્ય આકર્ષણ રહેશે.
રાષ્ટ્રપ્રેરણાના સૂર : આ મહોત્સવના બીજા દિવસે વિશ્વકલ્યાણકારી સનાતન રાષ્ટ્ર પર વિશેષ સત્ર આયોજિત થશે, જેમાં નક્સલવાદ, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર વિષયો પર વિશેષજ્ઞો વિમર્શ કરશે. ભારતની રક્ષા-નીતિ, સાંસ્કૃતિક પુનર્જાગરણ, અને રાષ્ટ્રીય આત્મબળને સુદૃઢ બનાવવાના ઉપાયો પર ગહન સંવાદ થશે.
‘ સનાતન રાષ્ટ્ર’ના કાર્યમાં સહભાગી થવાનું આવાહન : મહાભારત યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મયુદ્ધની ઉદૃઘોષણા શંખનાદથી કરી હતી; તેની પ્રેરણા લઈને સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીએ ઈશ્વરી અધિષ્ઠાન પર આધારિત સનાતન રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય રાખ્યું. દિલ્હીમાં થનારો આ ‘શંખનાદ મહોત્સવ’ ધર્મનિષ્ઠ સમાજને આત્મશક્તિ, નવચૈતન્ય અને રાષ્ટ્રસેવાની ઊર્જા પ્રદાન કરશે.
જ્યારે પ્રત્યેક સનાતની છત્રપતિ શિવાજી મહારાજના ‘હિંદવી સ્વરાજ્ય’ના આદર્શ અને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. આઠવલેજીના સનાતન રાષ્ટ્રના સંકલ્પથી પ્રેરિત થશે, ત્યારે આ શંખનાદ મહોત્સવ માત્ર એક આયોજન નહીં, પરંતુ રાષ્ટ્ર-રક્ષણ, સામાજિક એકતા અને દિવ્ય પુનરુત્થાનની દિશામાં એક સશક્ત પગલું પુરવાર થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel