નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના કાર્યક્રમોની પરમીશન આપવામાં આવે તેવી માંગ સાથે દેવી બિરસા સેનાએ આવેદનપત્ર આપ્યું હતું.
દેવી બિરસા સેનાનાં પ્રતિનિધિઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં વિવિધ ખ્રિસ્તી સંગઠનો દ્વારા પ્રાર્થના, શાંતિસભાઓ, સેમિનાર અને અન્ય કાર્યક્રમોના બહાને લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. ઘણા લોકો ચર્ચમાં જતા હોવા છતાં સરકારી રેકોર્ડમાં ખ્રિસ્તી તરીકે નોંધાતા નથી, જેને કારણે લોકો આદિવાસી સંસ્કૃતિ ભૂલી પાશ્ચયાત ધર્મ તરફ જઈ રહ્યા છે. તાજેતરમાં સમગ્ર દેશમાં બિરસા મુંડા જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો હતો.
બિરસા મુંડાએ બ્રિટિશ શાસન અને ક્રિશ્ચન મિશનરી સામે લડત આપી હતી અને આવા સ્વતંત્ર્ય સેનનીઓનાં લીધે અંગ્રેજો તો જતાં રહ્યા પણ તેમનો ધર્મ હજી અહીં ફેલાવી રહ્યા છે. ભગવાન બિરસા મુંડાએ ત્યારે જે રીતે આ વટાળ પ્રવૃતિ અટકાવી હતી એ રીતે આજના સમયમાં પણ આદિવાસી સંસ્કૃતિને નુકસાન કરે તેવા પ્રવૃત્તિઓ અટકાવવી જરૂરી છે.
દેવી બિરસા સેનાએ માંગણી કરી કે નાતાલના કાર્યક્રમો માટે પરમીશન આપતા પહેલાં અધિકારીઓએ ધર્માંતરણની સત્તાવાર નોંધણી તપાસવી જોઈએ અને ગેરકાયદેસર અથવા ભામક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આવેદનપત્ર આપતી વખતે અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel