દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ્યો છે. આ તાજા ઘટનાઓમાં અમુક સૈનિકો અને નાગરિકોની મોતની જાણ આવી છે, જ્યારે સરહદ આસપાસના વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક પલાયન કરવું પડ્યું છે.
જુલાઈમાં થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પાંચ દિવસની લશ્કરી અથડામણમાં 43 લોકોનાં મોત થયા અને લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. ત્યારબાદ અમેરિકાના હસ્તક્ષેપ સાથે બંને દેશોએ યુદ્ધવિરામ પર સહમતી આપી હતી, જે સીઝફાયર ડીલ તરીકે ઑક્ટોબરમાં ટ્રમ્પની મલેશિયા મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું. જોકે, દોઢ મહિનામાં આ યુદ્ધવિરામનો ભંગ થઈ ગયો અને ફરીથી ઘર્ષણ શરૂ થયું.
થાઈલેન્ડના સેના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે કંબોડિયાએ પ્રથમ મોર્ટાર હુમલો કર્યો હતો, જેમાં એક થાઈ સૈનિકના મોત થયા, ત્યારબાદ તેમણે જવાબમાં કંબોડિયાના કેટલીક સ્થાનો પર એરસ્ટ્રાઇક કર્યા. બીજી તરફ, કંબોડિયાએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે થાઈલેન્ડે પહેલો હુમલો કર્યો અને છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પરિસ્થિતિ બંને દેશોમાં તણાવને વધુ વધારી રહી છે અને સ્થાનિક લોકોને ગંભીર ખતરો ઉભો થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel