પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી.
જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ લાભ સાથે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન ‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રત લોકાર્પણ થયું.
આ સંકલન વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી આ ઉપક્રમ યોજાયો તે પ્રસંગે ભદ્રાયુ વછરાજાનીએ ‘ફૂલછાબ’,’કચ્છમિત્ર’, તથા ‘જન્મભૂમિ’ સમાચાર પત્રોમાં ઓશો સંદર્ભે પ્રકાશિત લેખમાળાના ઉલ્લેખ કરી રૂઢિચુસ્ત સમાજમાં રામકથામાં પણ મોરારિબાપુ જ ઓશો ચિંતન પ્રસ્તુત કરી શકે છે, તે પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આ પ્રકાશન વિશે વિગત આપી અને ઓશો જન્મદિવસે લોકાર્પણ સંયોગનો રાજીપો વ્યક્ત કર્યો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel