યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા નિમિત્તે વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે પ્રત્યક્ષ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા તથા બોધ કથા દ્વારા બાળકો ને સંબોધ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી હરિદાસજી મહારાજ પણ પ્રત્યક્ષ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ રીતે સમગ્ર બાલસભા વૃંદને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને ખુબ જ સરસ રીતે કાર્યક્રમની આભાર વિધિ પ્રશ્નોત્તરી અને ઇનામ વિતરણ સાથે થઇ હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel