ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટનાઓને રોકવા માટે વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપતા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વડતાલ પોલીસની ટીમ દ્વારા ટુ-વ્હીલર વાહનચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા. આ સેફ્ટી ગાર્ડ વાહનના હેન્ડલ પર લગાવવામાં આવે છે, જે માંજાને ચાલકના ગળા સુધી પહોંચતા અટકાવે છે અને ગંભીર ઈજાને ૯૦% સુધી રોકી શકે છે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉતરાયણ પર્વ દરમિયાન નાગરિકોની સલામતીનું ધ્યાન રાખવું છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ફરીને વાહનચાલકોને જાગૃત કરી રહ્યા છે અને સેફ્ટી ગાર્ડ લગાવીને તેમને સુરક્ષિત મુસાફરીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.વડતાલ પોલીસ દ્વારા નાગરિકોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવો. અને ચાઈનીઝ કે વધુ કાચવાળા માંજાનો ઉપયોગ ન કરવા અને
રસ્તા પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel