ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે ‘વાર્તાલાપ’ નામે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું. અતિથિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત, મનરેગા લોકપાલ સુનીલ વિજયવર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલે પત્રકારોને સંબોધ્યા.
PIBના સહાયક નિર્દેશક સુમન મછારે આવકાર કરીને કહ્યું કે સરકારી યોજનાઓ વિશે જનતાને જાગૃત કરીને તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડવાથી જનતા-સરકાર વચ્ચે પુલ બને. લોકપાલ સુનીલ વિજયવર્ગીયે GRAM G યોજના વિશે જણાવ્યું કે આ 125 દિવસના રોજગારની ગેરંટીથી વિકસિત ગ્રામથી વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર થશે. દિવ્યાંગ, સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડરની પણ કાળજી લેવામાં આવી છે, જે ‘કામના દિવસો ઓછા પડે છે’ની ફરિયાદોનું જવાબ છે.
વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલે કહ્યું, “કોઈ યોજના સંપૂર્ણ નથી; અનુભવ આધારિત સુધારા પત્રકારોના પ્રયાસોથી શક્ય બને છે.” તેમણે ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ દર્શાવતાં કહ્યું કે ભારતમાં 55,000 સ્થાનિક ભાષાના સમાચારપત્રો છે, જે ગ્રામીણ સમસ્યાઓ અને યોજનાઓનું પ્રસારણ કરે છે.
PIBના મીડિયા ઓફિસર ઇન્દ્રવદનસિંહ ઝાલાએ GRAM G પર પ્રેઝન્ટેશન આપી યોજનાની ગેરમાન્યતાઓ દૂર કરી. કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપવામાં આવ્યા. આણંદના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકારો મોટા ઉત્સાહથી ભાગ લીધો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel