કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી.
ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ સાથે જોડતાં ઈશ્વરિયા ગામને જોડતાં આ માર્ગનું કામ થયાં બાદ તંત્રવાહકોએ કોઈ દરકાર લીધી નથી. કેટલાયે સમયથી આ રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન ગ્રામજનો કરી રહ્યાં છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે તાલુકા અને જિલ્લા કક્ષા જેવા કાર્યક્રમો થાય છે, જે લાભ મળે છે, પણ પ્રશ્નો ઉકેલવા પણ જરૂરી છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ આ તૂટી રહેલાં રસ્તાની મરામત થતી નથી. સંબંધિત માર્ગ મકાન વિભાગ આ રસ્તાની સ્થિતિ અંગે કેમ અજાણ રહેતાં હશે…? કે રજૂઆતો થાય, રાજકીય દબાણ ઊભા થાય… આવું થયાં બાદ જ રસ્તાઓ તરફ ધ્યાન દેવાતું હશે.? ઉપરી સત્તા તંત્ર આ રસ્તા માટે કાળજી રાખે અને વેઠ ઉતાર્યા વગર વ્યવસ્થિત ગાબડાં પૂરવાનું કામ થાય તે સવેળા અપેક્ષા છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel