સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલી છે.
સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં જળસંચય માટે જાગૃતિ ઉભી કરવા સાથે જળસંગ્રહ કામગીરીમાં ગીરગંગા પરિવાર સંસ્થા કાર્યરત છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં ગીરગંગા પરિવાર દ્વારા પાણી બચાઓ અભિયાન અંતર્ગત વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થાના સંકલન સાથે હાલમાં જળસંગ્રહ માટે કામગીરી ચાલી રહેલ છે, તેમ સંસ્થાનાં કાર્યકર્તા મહેન્દ્રભાઈ પાથરે વિગતો આપેલ છે.
આ વિસ્તાર ઉપરાંત અન્યત્ર પણ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. આ જૂના ઝાંઝરિયા ગામમાં સીમ વિસ્તારમાં ચોમાસાના વહી જતાં પાણીને રોકવા તથા જમીનમાં આ પાણી ઉતારવા હાલ ખેડૂતો ગ્રામજનો કામગીરીમાં જોડાયેલાં છે.
જૂના ઝાંઝરિયા ગામે આ કામગીરી માટેની પાણી સમિતિના અગ્રણીઓ હરિભાઈ કોલડિયા, ઘુસાભાઈ ક્યાડા, અરજણભાઈ વઘાસિયા, ગોગનભાઈ કોલડિયા સહિત ૧૪ સભ્યો તેમજ ખેડૂતો કાર્યકર્તાઓ વગેરે સેવા ભાવ સાથે અહીંયા ખારા વાળું સ્થાનમાં ચાલતાં યંત્ર સાથે પૂરક કામગીરીમાં સહયોગી બનતાં રહ્યાં છે.
ગીરગંગા સંસ્થા દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત એક યંત્ર સાથે અહીંયા હાલ ખારા વાળું વિસ્તાર છે ત્યાંનું કામ ચાલુ છે, જે એક બે માસ ચાલશે અને હજુ કુલ ત્રણ માસની જરૂરિયાત મનાઈ રહી છે. આ ઉપરાંત છેલ્લા દસ વર્ષ દરમિયાન જુદા જુદા નહેરા અને વિસ્તારોમાં જળસંગ્રહ કામો થયા છે, આડબંધોના નિર્માણ તેમજ મરામત કામ પણ થયા છે, જેનાથી ગામની ત્રણ હજાર છસો વિઘા જેટલી જમીનને તળમાં ફાયદો થયો છે.
આ પંથકમાં સામાજિક ઉત્થાન માટે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થાના વડા દેવચંદભાઈ સાવલિયાના મતે આ કામગીરીમાં જોડાયેલ સૌને પાણી તથા ખેતીમાં તો ફાયદો થયો જ છે પરંતુ સૌ માનદ સેવા અને સમર્પણ ભાવ સાથે આ અભિયાનમાં જોડાયાં છે જેમાં ઉદારતા અને એકતાના ગુણોના ફળ વિશેષ મળ્યાં છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel