સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ફરી ગુંજતું કરીએ આપણું ફળિયું: ‘ચકલી બચાવો’ અભિયાન અંતર્ગત સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે.
પર્યાવરણ અને ખાસ કરીને આપણા આંગણાના નિર્દોષ પક્ષી ચકલી પ્રત્યે પ્રેમ અને સંવેદનાની ભાવના વધુ દૃઢ બનાવવાના હેતુથી લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
જાણીતા પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ ચકલી દિવસ ઉજવણી કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા અને તેમના પ્રાસંગિક વક્તવ્યમાં તેમણે ચકલીના સંરક્ષણ વિષે વાત કરી હતી. સ્વૈચ્છિક સેવા તરીકે ચાલી રહેલા આ અભિયાનમાં તાલીમાર્થીઓને જોડાવાનું ખાસ આહવાન કર્યું હતું. સેવાભાવી દાતાઓના સહયોગથી ચાલતી આ અનોખી પ્રવૃત્તિને જાળવી રાખવા અને તેની આધારરૂપ કડી બનવાનું સૂચન કર્યું હતું.
દાતાઓના સૌજ્યથી અહીંયા મહેમાન દ્વારા ચકલીના માળાઓ અને પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવેલ, જે લોકભારતી પરિસરમાં લગાવવામાં આવ્યા છે.
આચાર્ય જગદીશગિરિ ગોસાઈના માર્ગદર્શન તળે યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં કવિતાબેન વ્યાસ રહેલ. આભારદર્શન અમિતભાઈ સાસાણીએ કરેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel