click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’
Gujarat

ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’

Last updated: 2026/05/15 at 12:47 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વિશ્‍વ પર અત્‍યારે ત્રીજા વિશ્‍વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્‍યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્‍તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્‍ટ્રને આધ્‍યાત્‍મિક પાયાની મોટી આવશ્‍યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્‍યાત્‍મિક સંરક્ષણ કવચ પ્રાપ્‍ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ થઈને ફરી એકવાર ‘રામરાજ્‍ય’નો ઉદય થાય, તે સંકલ્‍પની પૂર્તિ માટે સનાતન સંસ્‍થા દ્વારા મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આગામી રવિવાર, ૧૭ મે ૨૦૨૬ ના દિવસે પ્રભાદેવી સ્‍થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની પાછળ આવેલા નરદુલ્‍લા ટેંક મેદાન પર બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ દરમિયાન આ યજ્ઞ સમારોહ અત્‍યંત મંગલમય વાતાવરણમાં સંપન્‍ન થશે. આ માહિતી સનાતન સંસ્‍થાના પ્રવક્તા શ્રી અભય વર્તકે મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. આ પ્રસંગે સંસ્‍થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ચેતન રાજહંસ, પુરોહિત અને જ્‍યોતિર્વિદ શ્રી શ્રેયસ પિસોળકર અને મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના નવી મુંબઈ સમન્‍વયક શ્રી કૈલાસ પાટીલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ મહાયજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે રાષ્‍ટ્રરક્ષણ માટેની એક આધ્‍યાત્‍મિક લડાઈ હોવાનું આ સમયે રેખાંકિત કરવામાં આવ્‍યું હતું.

આ યજ્ઞનું આધ્‍યાત્‍મિક મહત્‍વ સમજાવતી વેળાએ શ્રી અભય વર્તકે જણાવ્‍યું કે, આદિશક્તિ દેવી સતીના ક્રોધમાંથી પ્રગટ થયેલી ‘દશમહાવિદ્યા’ઓમાં માતંગી દેવીનું સ્‍થાન અજોડ છે. દેવી માતંગી એ આદિશક્તિના ‘પ્રધાનમંત્રી’ એટલે કે મુખ્‍ય સલાહકાર માનવામાં આવે છે. શત્રુ પર વિજય મેળવવા અને પ્રતિકૂળ પરિસ્‍થિતિઓ પર નિયંત્રણ મેળવવા માટે આ દેવીની ઉપાસના ફળદાયી સાબિત થાય છે. ઐતિહાસિક સંદર્ભો ટાંકીને તેમણે જણાવ્‍યું હતું કે, ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામના અવતાર સમયે પણ રાજમાતંગી દેવીનું તત્‍વ કાર્યરત હતું, જેના કારણે આદર્શ રામરાજ્‍યની સ્‍થાપના થઈ શકી હતી. આજના સમયમાં પણ આવી જ દૈવી શક્તિના આશીર્વાદથી ભારતનું સંરક્ષણ થાય, તે આ યજ્ઞ પાછળનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે.

આ મહાયજ્ઞનું સૌથી મોટું આકર્ષણ એટલે ૧ હજાર વર્ષ પહેલાં આક્રમણખોર મોહમ્‍મદ ગઝની દ્વારા ખંડિત કરવામાં આવેલા સોરઠી સોમનાથ જ્‍યોતિર્લિંગના દિવ્‍ય અંશોના દર્શન ! ઈતિહાસના સાક્ષી એવા આ પવિત્ર અવશેષો અહીં દર્શન માટે રાખવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે એક દુર્લભ તક હશે તેમ શ્રી ચેતન રાજહંસે જણાવ્‍યું. યજ્ઞની શરૂઆત મહાસંકલ્‍પ, શ્રી ગણેશ આવાહન અને પુણ્‍યાહવાચનથી થશે અને શ્રી રાજમાતંગી દેવીના મૂળમંત્રો સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. યજ્ઞનું પૌરોહિત્‍ય ઈરોડ, તમિલનાડુના શિવાગમ વિદ્યાનિધિ આગમાચાર્ય શ્રી અરુણકુમાર ગુરુમૂર્તિ કરશે, જ્‍યારે શિવાચાર્ય શ્રી ગુરુમૂર્તિ યજ્ઞના મુખ્‍ય આચાર્ય રહેશે, તેમ શ્રી. શ્રેયસ પિસોળકરે જણાવ્‍યું. આ યજ્ઞમાં મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્‍લાના અનેક મંદિરોના ટ્રસ્‍ટીઓ અને પૂજારીઓ સહભાગી થશે, તેવી માહિતી શ્રી. કૈલાસ પાટીલે આપી હતી.

સનાતન સંસ્‍થાએ અત્‍યાર સુધી ૭૫૦ થી વધુ યજ્ઞ-અનુષ્‍ઠાન કર્યા છે. આ યજ્ઞ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, સંતો-મહંતો, રાજ્‍ય સરકારના મંત્રીઓ, હિંદુત્‍વવાદી સંગઠનોના પદાધિકારીઓ, વિચારકો, વકીલો અને ઉદ્યોગપતિઓ સહિત અનુમાને ૫ હજાર ભક્તો ઉપસ્‍થિત રહેશે. સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ જે મુંબાપુરીથી ધર્મકાર્યના શ્રીગણેશ કર્યા હતા, તે જ નગરીમાં યોજાઈ રહેલો આ મહાયજ્ઞ રાષ્‍ટ્રનિર્માણની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે, તેવો વિશ્‍વાસ સંસ્‍થા દ્વારા વ્‍યક્ત કરવામાં આવ્‍યો છે. તમામ ધર્મપ્રેમી હિંદુઓએ સહપરિવાર આ ઉત્‍સવ સમારોહમાં ઉપસ્‍થિત રહેવા શ્રી. અભય વર્તકે આવાહન કર્યું છે.

આપનો નમ્ર,

શ્રી. અભય વર્તક

પ્રવક્તા, સનાતન સંસ્થા

(સંપર્ક ક્રમાંક : 9987922222)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન

રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center

પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા

અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ : હેલિકોપ્ટર ઘટનાના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Hindu religious gathering Mumbai, Hindu Ritual, Hindu yajna ceremony India, india news, latest news, Mumbai Event, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Rajmatangi Mahayagya, Rajmatangi Mahayagya Mumbai 2026, Ram Rajya, Ram Rajya concept, Religious News, Sanatan Sanstha, Sanatan Sanstha event, Siddhivinayak temple, Siddhivinayak temple event, Somnath Jyotirlinga relics, Somnath temple, Spiritual India, spiritual protection India, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, આધ્યાત્મિક ભારત, આધ્યાત્મિક રાષ્ટ્રરક્ષણ, ધાર્મિક કાર્યક્રમ મુંબઈ, ધાર્મિક સમાચાર, ભારત, મુંબઈ પ્રસંગ, રાજમાતંગી મહાયજ્ઞ, રાજમાતંગી મહાયજ્ઞ મુંબઈ, રામ રાજ્ય, રામરાજ્ય સંકલ્પ, સનાતન સંસ્થા, સનાતન સંસ્થા કાર્યક્રમ, સિદ્ધિવિનાયક મંદિર, સિદ્ધિવિનાયક મંદિર યજ્ઞ, સોમનાથ જ્યોતિર્લિંગ અવશેષો, સોમનાથ મંદિર, હિંદુ યજ્ઞ વિધિ, હિન્દુ ધાર્મિક વિધિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા
Next Article BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ : મધ્ય પૂર્વ તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સપ્લાય પર ચિંતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન
Gujarat જૂન 10, 2026
રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center
Gujarat Jamnagar જૂન 10, 2026
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
Gujarat જૂન 10, 2026
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
Ahmedabad Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?