હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભારજીભાઈ વસાવાના ઘરે ભીષણ આગ લાગતા સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આગની આ દુર્ઘટનામાં ઘરવખરી, કપડાં, અનાજ અને જીવનજરૂરી તમામ સામાન નષ્ટ થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી હિતેશભાઈ વસાવા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. પરિવાર પર આવેલા આ સંકટના સમયમાં તેમણે માનવતાભર્યો સહયોગ આપીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું.
લગ્નનો પ્રસંગ નજીક હોવાને કારણે પરિવાર પર દુઃખનો ડબલ આઘાત આવ્યો હતો. દીકરીના લગ્ન વિખેરાઈ ન જાય અને દીકરી ધામધૂમથી સાસરે જઈ શકે તે માટે ભોલાભાઈએ પોતાના ખર્ચે ગાડી ભરીને જીવનજરૂરી સામાન તેમજ કન્યાદાન માટેનો તમામ સામાન તાત્કાલિક પહોંચાડ્યો હતો.
તેમણે પરિવારને લોખંડના પલંગ, ગાદલાં, સીલિંગ ફેન, મિક્સર ગ્રાઇન્ડર, કૂકર, વાસણોની કીટ સહિત ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરી હતી. આ સહાયથી પીડિત પરિવારને મોટી રાહત મળી હતી.
સ્થાનિક લોકોએ પણ હિતેશભાઈ વસાવાના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને મુશ્કેલીના સમયમાં આપેલા સહયોગને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel