વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તેમજ સુરત જીલ્લા પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ આદિ જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા, સુરત જીલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, તથા જીલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિત ભાઈ પટેલ, અંકુર ભાઈ દેસાઈ, ની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું. કે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશને વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.તેમણે જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિ મળે તે માટે દેશભરમાં કરોડો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રથમ બે વર્ષ દરમિયાન દેશના આશરે 18 હજારથી વધુ વીજળીવિહોણા ગામોમાં વીજળી પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે લાખો પરિવારોને લાભ મળ્યો છે.
ગુજરાતના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાના માત્ર 15 દિવસમાં નર્મદા ડેમના દરવાજા ખોલાવી કચ્છ સહિતના અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું, જે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન બન્યું છે.
તેમણે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની સિદ્ધિઓ અંગે પણ માહિતી આપી હતી. ગિફ્ટ સિટી આજે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે અને વિશ્વની 80થી વધુ બેંકો અહીં કાર્યરત છે, જેના કારણે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસી રહ્યું છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત પત્રકારો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તેમજ સુરત જીલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ આદિ જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા, સુરત જીલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, તથા જીલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિત ભાઈ પટેલ, અંકુર ભાઈ દેસાઈ, મીડિયા કન્વીનર તેજસ વશી,તથા સુરત જીલ્લા ભાજપા ના પદાધિકારીઓ,હોદેદારો,તથા સુરત જીલ્લા ના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel