દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ થઈ છે. સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે.
મોરારિબાપુ દ્વારા પ્રદેશ કે દેશ અને વિશ્વમાં સર્જાતી આપદાઓમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં પરિવારને ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત આર્થિક સહાયતા અર્પણ કરતાં જ રહ્યાં છે.
તાજેતરમાં દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારતમાં ૭ વ્યક્તિઓનાં કરૂણ મરણ નિપજતાં રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૧ લાખ પાંચ હજાર અને ચિત્રકુટ વિસ્તારમાં થયેલ વરસાદી તારાજીમાં રૂપિયા ૫ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. આમ આ આપદાઓમાં મોરારિબાપુ દ્વારા સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel