ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવની ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા તેમને પ્રદેશ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા અને જનસેવાના ક્ષેત્રે સક્રિય કામગીરી માટે નીલકુમાર રાવ જાણીતા છે. લાંબા સમયથી સંગઠન સાથે સંકળાયેલા રાવને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપાધ્યક્ષની જવાબદારી મળતાં નર્મદા જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નીલકુમાર રાવની નવી નિમણૂક બાદ નર્મદા જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો અને તેમના શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે તેમજ નવી જવાબદારીમાં સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ નીલકુમાર રાવે પક્ષના નેતૃત્વ દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સંગઠનના હિતમાં અને પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નીલકુમાર રાવ અગાઉ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવે પ્રદેશ સ્તરે નવી જવાબદારી મળતાં તેઓ બક્ષીપંચ મોરચાના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા માટે કામગીરી કરશે.
નર્મદા ભાજપ પરિવાર અને શુભેચ્છકો દ્વારા તેમની નિમણૂકને આવકારી નવી જવાબદારી માટે અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel