એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વનીકરણ વિભાગ થરાદ, તેમજ વહીવટી તંત્ર થરાદ અને નગરપાલિકા થરાદના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ વિધાનસભા અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.
પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેમા ગ્લોબલ વોર્મિંગ ની અસર દિવસે દિવસે વધી રહી છે. સરકારના વન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. એક પેડ મા કે નામ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદ ટ્રસ્ટ બનાસકાંઠા વન વિભાગ તેમજ થરાદ નગરજનો ના સહયોગ થતી 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ જગ્યાએ થરાદ સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા 15 હજાર જેટલા વિવિધ પ્રકારના સુંદર વૃક્ષોનુ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી એક સુંદર “સચ્ચિદાનંદ વન” બનાવવામાં આવનાર છે. જે થરાદ અને આજુબાજુના લોકો માટે એક રમણીય સ્થળ બની રહેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વનવિભાગના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ થરાદ શહેર ભાજપ ના હોદ્દેદારો તેમજ વિવિધ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – ભુરપુરી ગોસ્વામી (બનાસકાંઠા)