તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા, બારડોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા,
મોહનભાઈ ધોડિયા,દર્શનાબેન દેશમુખ, મોહનભાઈ કોંકણી, તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સૂરજ વસાવા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા
સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશના તમામ હોદેદારઓએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું અને આવનારા દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીને વિશાળ બહુમતી અપાવવા માટે સંગઠનને મજબૂત બનાવવા અને સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel