બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં બની હતી, જ્યાં સાહા પરિવારના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ ઘરમાં સળગતું કપડું ફેંક્યું હતું, જેના કારણે થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી અને આખું ઘર આગની ચપેટમાં આવી ગયું. સ્થાનિક સ્તરે આ હુમલા પાછળ હિંદુવિરોધી જેહાદી તત્વોનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના કોઈ એકલદોકલ નથી. ગત સપ્તાહે પણ બાંગ્લાદેશમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં વહેલી સવારે એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું. તે સમયે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા અને આગ લાગતાં તેઓ અંદર ફસાઈ ગયા હતા, જોકે સમયસર મદદ મળતાં તેમની જાન બચી ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓથી હિંદુ અલ્પસંખ્યક સમુદાયમાં ભય અને અસુરક્ષાની લાગણી સતત વધતી જઈ રહી છે.
Cases of attacks on Hindus have reached an alarming level in Bangladesh.
On December 27, at around 6am, Islamic radicals set fire to the homes of Hindu families in Dumuria village under Pirojpur district. Eyewitnesses stated that the attackers locked Palash Kanti Saha inside his… pic.twitter.com/TlDjbLXz2g
— Amit Malviya (@amitmalviya) December 28, 2025
સ્થાનિક અહેવાલો અનુસાર, રાવજાન વિસ્તારમાં માત્ર પાંચ દિવસના ગાળામાં કુલ સાત હિંદુ પરિવારનાં ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. એક તરફ હિંદુ સમુદાય પર હુમલાઓ ચાલુ છે, ત્યારે બીજી તરફ યુનુસ સરકારની પોલીસ પ્રશાસન સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠકો યોજી ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ જાળવી રાખવાની અપીલો કરી રહી છે. જોકે, સતત બનતી આવી ઘટનાઓને કારણે સરકાર અને પ્રશાસનની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel