ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબરી મસ્જિદનું માળખું ક્યારેય ફરીથી બનશે નહીં અને સરકાર જે કહે છે તે કરી બતાવે છે. તેમના આ નિવેદનને રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન CM યોગીએ કહ્યું કે, “અમે પહેલાથી જ કહ્યું હતું કે ‘રામ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે’ અને આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઉભું છે. આજે ફરીથી કહેીએ છીએ કે કયામતના દિવસ સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને.” તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો કયામતના દિવસના સ્વપ્ન જોઈ રહ્યા છે તે દિવસ ક્યારેય આવશે નહીં.
#WATCH बाराबंकी: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "… कुछ लोग हैं, जो अवसरवादी रवैया अपनाते हैं, जब संकट आता है तब राम याद आते हैं, बाकी राम को भूल जाते हैं, इसलिए भगवान राम भी उनको भूल चुके हैं… इन रामद्रोहियो के लिए कोई जगह नही बची, जो रामभक्तों पर गोली चला… pic.twitter.com/DsvC5QsOEU
— ANI_HindiNews (@AHindinews) February 10, 2026
મુખ્યમંત્રીએ સનાતન ધર્મ અને ભારતના સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત અને સનાતન ધર્મ એકબીજાના પૂરક છે અને બંનેને અલગ કરી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું કે વિશ્વભરમાંથી સનાતન ધર્મ પર થતા પ્રહાર સામે સતર્ક રહેવાની જરૂર છે અને ભારતની પ્રગતિને ન ગમતા લોકો દ્વારા વિવિધ કાવતરાં રચવામાં આવી રહ્યા છે.
CM યોગીએ અયોધ્યા રામ મંદિરના મહત્વનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરે અયોધ્યા ધામમાં ભવ્ય કેસરિયા ધ્વજ ફરકાવ્યો હતો, જે ભારતના ગૌરવ અને સનાતન પરંપરાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે કેસરિયો ધ્વજ દેશની સાંસ્કૃતિક ઓળખને આગળ વધારતો રહેશે.
કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી. તેમના અનુસાર રાજ્યમાં કરોડો પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોને પેન્શન આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રીગણ, ભાજપ કાર્યકરો અને સંત સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom