બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યાના વિરોધમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી. અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. પાલડી ચાર રસ્તા પાસે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળના કાર્યકરોએ પુતળાદહન કર્યું અને હત્યા થયેલા હિન્દુ યુવાનને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી.
આ પ્રદર્શન દરમિયાન બજરંગ દળના સહ સંયોજક હિરેન રબારીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ આ બાબતે આંખ આડા કાન કરી રહી છે. તેમણે કહ્યું કે જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો બજરંગ દળ પોતાનો વિરોધ ચાલુ રાખશે. સાથે જ તેમણે દાવો કર્યો કે ભારતમાં પણ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો ગુનાખોરી પ્રવૃત્તિમાં સંડોવાઈ રહ્યા છે, તેથી આવા લોકોને દેશ નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ કરી.
બજરંગ દળના કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હત્યાની ઘટનામાં ન્યાય નહીં મળે અને દોષિતોને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. બજરંગ દળે ભારત સરકાર મારફતે બાંગ્લાદેશ સરકારને આ મામલે કડક પગલાં લેવા માટે દબાણ કરવાની પણ માંગ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel